મહાનગર પાલિકાઓના પરિણામોની કચ્છના રાજકીય પક્ષો પર સીધી અસર દેખાઈ

Contact News Publisher

અમદાવાદ,રાજકોટ,વડોદરા,સુરત,ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની સીધી અસર કચ્છમાં પડી છે. આગામી ૨૮ તારીખે અહિં પાંચ પાલિકા, ૧૦ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે ત્યારે મ.ન.પા.ના પરિણામો બાદ કોંગ્રેસે સર્તકતા વધારી પ્રચાર પ્રસારને બમણી ગતિએ વધારી દીધો છે. તો ભાજપને જીતની આશા બંધાઈ ગઈ છે. આવતા રવિવારે યોજાનાર ચૂંટણીમાં મતદાનની ટકાવારી કેટલી નોંધાશે તેના પર હવે નજર છે.

ગત ચૂંટણી કરતાં આ વખતે તમામ મહાનગરપાલિકામાં સરેરાશ મતદાન ઓછુ નોંધાયુ હતુ ત્યારે કચ્છમાં રવિવારે યોજાનાર મતદાનની ટકાવારી ઉંચી નીચી રહે તો કોને ફાયદો થશે તેનું ગણિત માંડવામાં આવી રહ્યુ છે. તેવામાં ગતરોજ મ.ન.પા.ના પરિણામ જોતા કચ્છમાં પણ ચિંતાજક સ્થિતીનું નિર્માણ થઈ શકે છે.તો બીજી તરફ, ચૂંટણી યોજાવાને હજુ ચારેક દિવસની વાર હોતા કોંગ્રેસે મતદારોને કેવી રીતે રીઝવી શકાય તેવી રણ નિતી ઘડવાનું શરૂ કરી દીધુ છે. કચ્છમાં પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે જેમાં અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ ઝંપલાવેલ છે જેની નકારાત્મક અસર કોંગ્રેસને પડી શકે છે. ત્યારે, આ ચાર દિવસમાં કોંગ્રેસ કેવા પ્રકારના આયોજનો ઘડશે તેના તરફ ભાજપની પણ મીટ છે.

તો બીજીતરફ, મનપાના પરિણામો બાદ ભાજપના ઉમેદવારો, નેતાઓ અને કાર્યકરો ગેલમાં આવી ગયા છે. તેમને પણ ચૂંટણીમાં જીતની આશા બંધાઈ છે. એટલે આવનારા ચાર દિવસોમાં તે ઉત્સાહમાં જોવા મળશે. કચ્છમાં પણ આજે ભાજપ દ્વારા મનપાના જીતની ઉજવણી કરાઈ હતી. જયારે કોંગ્રેસના પ્રચાર કાર્ય પર સીધી અસર પડી હતી. ત્યારે, લોકડાઉન દરમિયાનની હેરાનગતિ, પેટ્રોલ-ડીંઝલના ભડકે બળતા ભાવ, મોંઘવારી સહિતના કારણોને કચ્છના મતદારો કઈ રીતે લેશે તે જોવુ રહ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *