કચ્છની પાંચ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા ૧૫૯૬ ઈવીએમ મૂકાશે

Contact News Publisher

કચ્છની ૫ નગરપાલિકાની ચુંટણીઓની તૈયારી શરૃ થઈ ગઈ છે. ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરાયો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ મતદાનને લઈને તડામાર તૈયારી ચાલુ કરાઈ છે. ૫ સુધરાઈની વાત કરીએ તો કુલ ૪.૩૯ લાખ લોકો મતદાન કરનારા હોવાથી તેઓ માટે ૧૫૯૬ ઈવીએમ મુકવામાં આવનાર છે.

આ અંગે મળતી માહિતી મુજબ ભુજ નગરપાલિકાના ૧૧ વોર્ડમાં બેઠકોની સંખ્યા ૪૪ છે.કુલ મતદાન માથકો ૧૩૨ ફાળવાયા છે. જેમાં ભુજના ૬૮૪૫૭ પુરુષ મતદાર તાથા ૬૪૯૨૬ સ્ત્રી મતદારો માટે ૪૫૩ ઈવીએમ મુકવામાં આવશે.જ્યારે અંજાર નગરપાલિકાના ૯ વોર્ડ માટે બેઠકોની સંખ્યા ૩૬ છે અને મતદાન મથકોની સંખ્યા ૭૪ છે. ૩૩૪૦૨ પુરૂષ તથા ૩૨૦૦૮ સ્ત્રી મતદારો મળીને કુલ ૬૫૪૧૧ મતદારો માટે ૨૫૫ ઈવીએમનો ઉપયોગ થનાર છે.

ગાંધીધામ સુધરાઈના સૌથી વધુ ૧૩ વોર્ડ માટે ૫૨ સીટ પર ચુંટણી લડાશે. જેમાં ૧૬૫ મતદાન મથકો ઉભા કરાશે. ૯૨૯૫૯ પુરૂષ તથા ૮૦૭૬૫ સ્ત્રી મતદારો મળીને કુલ ૧૭૩૭૨૫ મતદારો માટે ૫૬૭ ઈવીએમ વપરાશે. માંડવી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક માટે ૬૩ મતદાન મથકો ઉભા કરાશે. જેમાં ૨૦૯૧૫ પૂરૂષ તથા ૨૦૮૫૧ સ્ત્રી મતદારો પોતાના મતધિકાર ઉપયોગ કરી શકે તે માટે ૨૧૯ ઈવીએમ મુકાશે. જ્યારે નવી રચના થયેલી મુંદરા નગરપાલિકામાં ૭ વોર્ડની સંરચના કરાઈ છે. જેમાં ૨૮ સીટ માટે મતદાન કરાશે. ૨૭ મતદાન માથકોમાં ૧૦૨ ઈવીએમ મુકવામાં આવશે. અહી ૧૩૧૩૯ પુરૃષ તાથા ૧૧૯૧૬ સ્ત્રી મતદારો પોતાના કિંમતી વોટનો ઉપયોગ પ્રથમવાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *