ઊંચી દુકાન – ફિકે પકવાન / ભુજ નગરપાલિકાનો કથળેલો વહીવટ

Featured Video Play Icon
Contact News Publisher

આપણે અહીંયા કહેવત છે કે ઊંચી દુકાન , ફિકે પકવાન..
આવું જ કંઈક ભુજ નગરપાલિકાનું છે , એવું નથી કે કચ્છની અન્ય નગરપાલિકાનો વહીવટ પણ ” સબ સલામત ” છે ! આતો ભુજના લોકો જરા જાગૃત એટલે સમસ્યાઓ છાપરે ચડીને પોકારે છે.
બાકી સમસ્યાઓ કચ્છની તમામ નગરપાલિકાની અસહ્ય છે, આજે વાત કરીએ ભુજ નગરપાલિકાની તો લાખો નહીં ,પણ કરોડોની ગ્રાન્ટ આવતી હોવા છતાં વહીવટમાં ભ્રષ્ટાચારની ગંધ આવ્યા વિના રહેતી નથી.
ન-ગ-ર એટલે નળ , ગટર અને રસ્તા ; પણ ભુજ નગરપાલિકા આ ત્રણેય કાનામંતર વગરનાં અક્ષરમાં ફેલ ગઈ છે!
નવી બોડીએ જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે લાગતું હતું કે આ જુવાનિયાઓતો ભુજની સુરત બદલી નાંખશે , સુરત તો ન બદલાઈ પણ બદસુરતી જરૂર આવી ગઈ ઠેરઠેર ભુજમાં , રખડતાં ઢોર , રખડતાં ભૂંડ , માતેલા સાંઢ શહેરમાં જોવા મળી રહ્યા છે! ઠેરઠેર ખાડા , કચરાના ઢગ , નર્મદાનાં વહેતાં પાણી , અધૂરા કામ , કામમાં ભ્રષ્ટાચાર , ભ્રષ્ટાચારમાં નગરસેવકો , આ બધું જ હાલ શરૂઆત થઈને દેખાવા માંડ્યું છે , હજુ પાંચ વર્ષ પૂર્ણ થયે શું શું જોવાનું બાકી છે એ તો ભગવાન જાણે અને આવેલી નવી બોડી જાણે.
વિરોધ પક્ષ તો ટાઢમાં ગોદડા ઓઢીને ઘસઘસાટ ઊંઘમાં છે!
મતદારોના એક એક વોટથી ચૂંટાયેલા નગરસેવકો પ્રજાના વિશ્વાસનો ઘાત કરી રહ્યા છે !
પ્રજા પણ જાણે સમસ્યાઓથી ટેવાઈ ગઈ હોય એમ ટપી ટપી ને ખાડા ઠેકી જશે , પણ હરામ જો કોઈ અવાજ કરે…
ભુજ સુંદર બને કે ન બને , પણ નગરપાલિકાનાં સત્તાધીશોની ચેમ્બરો (કહેવાય એમ છે પોતાના ખર્ચે , પણ આ ખર્ચા વસુલ ક્યાં થશે ? ) સુંદર બની ગઈ છે.
ભુજની અમુક પ્રજા મૂરખ છે એમાં બેમત નથી , પણ જ્યારે અમુક જાગૃત લોકોની આંખો ખુલશે તો પરીણામ કઈક અલગ હશે , જોકે એ સમય હજુ ઘણો લાંબો છે, ત્યાં સુધી જલ્સા કર ભાઈ જલ્સા કર……

Story By :
જામ જયમલસિંહ એ.બી.જાડેજા
માઁ આશાપુરા ન્યુઝ
ભુજ કચ્છ.
9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *