રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે થઇ રહેલા કામોથી પ્રભાવીત થયા

Contact News Publisher

ભુજ તાલુકાના રેલડી ગામે આવેલા આશાપુરા પ્રાકૃતિક ખેતી આધારિત મોડેલ ફાર્મની રાજયપાલ આચાર્ય દેવવ્રતે મુલાકાત લીધી હતી. તેમણે આશાપુરા ફાર્મમાં 50 ગાયોનો સમાવેશ થઇ શકે તેવી અત્યાધુનિક ગૌશાળાનું ખાતમુહૂર્ત કરી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તો જૈવિક ખાતર બનાવવા માટેનો પ્લાન્ટ તેમજ વિવિધ અર્કો જેવા કે કેલ્શિયમ, પોટાશના પ્લાન્ટની પણ તેમણે મુલાકાત લીધી હતી. રાજ્યપાલે આશાપુરા ફાર્મમાં સ્ટ્રોબેરી, ખારેક, ડ્રેગન ફૂટ (કમલમ ફૂટ) ના વાવેતરની મુલાકાત લઇને પાકનું નિરીક્ષણ કર્યુ હતું.

રાજ્યપાલની મુલાકાત દરમિયાન હિમાચલ પ્રદેશ, દિલ્હી, હરીયાણા તેમજ ઉત્તરપ્રદેશની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના સાત જેટલા કૃષી નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, કચ્છના પ્રગતિશીલ ખેડુત હરેશ ઠક્કર તથા કુકમા પ્રાકૃતિક ફાર્મ સાથે પ્રાકૃતિક ખેતી માટેના પ્રયત્નો કરતા મનોજ સોંલકી સહિત ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે થઇ રહેલા કામોથી પ્રભાવીત થયા છે. અગાઉ પણ તેઓ કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગેના અનેક કાર્યક્રમોમા હાજર રહી ચુક્યા છે ત્યારે ગુરુવારે વધુ એકવાર તેઓ કચ્છ આવ્યા હતા અને વિવિધ પ્રગતીશીલ ખેડુતોની મુલાકાત સાથે તેઓએ આર્ગેનીક ખેતી માટે થઇ રહેલા કાર્યોને તેઓએ નિહાળ્યુ હતુ.

કાર્યક્રમમાં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતો પણ જોડાયા હતા. ત્યાર બાદ જ તેમણે કુકમા તથા રેલડી ખાતે વિવિધ ખેડુતોના ફાર્મ તથા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે થઇ રહેલા કાર્યનુ નિર્દેશન કર્યુ હતુ.

અહેવાલ : માઁ આશાપુરા ન્યુઝ,

All Social Media : maa news live

9428748643/ 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *