આખું વર્ષ પાણીની ચિંતા નહીં રહે!:સુરત સહિત દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાયો

Contact News Publisher

સુરત સહિત દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. હાલ ઉકાઈ ડેમમાં 14 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. જ્યારે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉકાઈ ડેમ 345 ફૂટ ભરત સતત પાંચમાં વર્ષે ડેમ સંપૂર્ણ ભરાયો છે.

સપ્તી સીઝનમાં પહેલીવાર 345 ફૂટે પહોંચી
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદી માહોલના પગલે મોટી માત્રામાં પાણીની આવક થઇ હતી. થોડા દિવસો પહેલા 3 લાખ ક્યુસેક સુધી પાણી છોડી સપાટી નીચે લઈ જવામાં આવી હતી. જોકે, ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા પાણી છોડવાનું બંધ કરી દેવાયું હતું. ત્યારબાદથી સપાટીમાં વધારો થઈને સપાટી સિઝનમાં પ્રથમ વખત પૂર્ણ સપાટી 345.01 ફૂટે પહોંચી છે.

ઉકાઈ ડેમ છેલ્લા ચાર વર્ષથી સંપૂર્ણ ભરવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરવાના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતને આખું વર્ષ પાણી મળી રહે છે. આ વર્ષે પણ ડેમ 345 ફૂટ ભરવાની શક્યતા છે. હાલ ડેમની સપાટી સંપૂર્ણ ભરાવાથી નજીક છે. 2019થી ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પણ સંપૂર્ણ ભરવામાં આવ્યો છે.

ઉકાઇ ડેમમાંથી જમણા અને ડાંબા કાંઠાની નહેરોમાંથી વલસાડ, નવસારી, તાપી, ભરૂચ અને સુરત આમ પાંચ જિલ્લાના ખેતીપાકોને પાણી મળે છે. જ્યારે પાંચ જિલ્લાની 1 કરોડથી વધુ વસ્તીને પાણી સપ્લાય થાય છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં પાણી સપ્લાય પણ થાય છે. ડેમ ભરાવાની સાથે જ આખું વર્ષ 1 કરોડથી વધુ વસ્તીને અને ખેતીપાકને પાણીનું ટેન્શન હળવું થયું છે.