સફેદ દૂધનાં રંગને ચડ્યો રાજકીય રંગ ? સરહદ ડેરીનો સરહદી વિવાદ ગાંધીનગર કે દિલ્હી પહોંચશે કે કેમ?

Contact News Publisher

દૂધનાં સફેદ રંગને ચડ્યો રાજકીય રંગ ?

ચૂંટણી નજીક આવી રહી છે  ત્યારે ચૂંટણી મુદ્દો કેમ, કોનો અને ક્યારે બનાવવો એ રાજકારણીઓ બરાબર જાણે છે.

લોકોનું કહેવું છે કે બીજું તો ઠીક પણ દૂધ પણ રાજકીય મુદ્દો બની શકે છે.

જોકે આ સત્ય કે અસત્ય એ તો ભાજપ જાણે અને રામ જાણે પણ અત્યારે જ કેમ દૂધનો વિવાદ એ ચર્ચા અને શંકાનો વિષય ચોક્કસ છે.

સરહદ ડેરીના ચેરમેન પદ્દે હાલ કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલ છે, ત્યારે ભાજપનાં જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વાસણ આહિરના ગામ રતનાલની મંડળી દ્વારા આ પ્રકારનો વિવાદ ઉભો થતાં રાજકીય ચર્ચામાં ગરમાવો આવ્યો છે.

સરહદ ડેરીના આસીસ્ટન્ટ જનરલ મેનેજર નિરવ ગુંસાઇએ જણાવ્યું હતું, સરહદ ડેરીમાં આ પ્રકારનું પ્રથમવાર થયું છે. મંડળીની અનિયમીતતા અંગે ગત વર્ષે કચ્છમાં 20 મંડળીઓને આ પ્રકારે નોટીસ અને બંધ પણ કરાઇ છે. પરંતુ અન્ય પશુપાલક અને મંડળીનું અહીત કરવા માટે કરાયેલો આ પ્રયાસ દુખદ છે. સાથે તેઓએ પોલિસની મદદથી મામલો શાંત પડી ગયો હોવાનું જણાવી રતનાલ મંડળી તથા અન્ય જવાબદારો સામે પગલા માટે બોર્ડ મીટીંગમાં ચર્ચા કરાશે તેવું પણ ઉમેર્યું હતું. Maa news live દ્વારા બંને પક્ષોને સાંભળતા, હોશિયાર દર્શકો હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે છે.

આવું અત્યારે જ કેમ ?

આજે રતનાલ મંડળીને ચેકીંગ બાદ સરહદ ડેરી દ્વારા નોટીસ ફટકારાયા બાદ વિવાદ સર્જાયો હતો. મંડળીની દાદાગીરીથી આજે રતનાલ મંડળીના સંચાલક અને અન્ય લોકોએ અન્ય મંડળીના દુધના વાહનો અટકાવી દેતા કચ્છભરમાં આ કિસ્સો ચર્ચામાં આવ્યો છે.  એક સમયે પોલિસને આવવાની ફરજ પડી હતી..

પશુપાલકોના હિતમાં  દોઢ કલાક બાદ મામલો શાંત પડ્યો હતો. અને તમામ પશુઓનું દુધ એકત્રીત કરી દેવાયું હતું. જોકે પશુપાલકો અને સરહદ ડેરીએ જણાવ્યું હતું કે દુધ જો વધુ સમય રહી ગયું હોત તો પશુપાલકોને મોટું નુકશાન જાત તેવી ચિંતા સાથે ઘટનાને વખોડી હતી. આ અંગે રમેશ આહીર maa news સાથે ખુલાસો કર્યો હતો કે શું ઘટના બની હતી જે આપ વિડિઓ માં જોઈએ શકો છો.

કચ્છનાં અંજાર તાલુકાનું રતનાલ  પુર્વ મંત્રી અને ધારાસભ્ય વાસણ આહિરનું ગામ છે. ત્યાંની રાધેરાધે મંડળીમાં સરહદ ડેરીએ ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં નિયમોને લઇને ત્રુટીઓ સામે આવતા મંડળીને પ્રથમ 12 તારીખે અને ત્યાર બાદ 19 તારીખે ક્લોઝર નોટીસ ફટકારાઇ હતી. અને રતનામ મંડળીનું દુધ લાંખોદ પ્લાન્ટ ખાતે જમા નહી લેવાય તેવું કહેવાયું હતું. જોકે આજે મંડળીના મુખ્ય સંચાલક રણછોડભાઇ તથા તેની સાથેના અન્ય લોકો લાંખોદ પહોંચ્યા હતા. અને પોતાનું દુધ સ્વીકારની વાત સાથે અન્ય મંડળીઓના દુધના વાહનો અટકાવી દીધા હતા.

જુઓ વિડીયો :

બન્ને પક્ષોની પોતાની વાત

આજે સવારે 40 મંડળીનુ 19 હજાર લીટર દુધ અટકી પડ્યું હતું. જોકે ત્યાર બાદ પોલિસ આવી હતી. અને સરહદ ડેરીના જવાબદારો પણ આવ્યા હતા. અને મામલો થાળે પાડ્યો હતો.

હવે નક્કી આપ દર્શકોને કરવાનું છે કે આ વિવાદ પાછળ ક્યાંક 2022 તો નથી ને ?

અહેવાલ :

માઁ આશાપુરા ન્યુઝ,

કચ્છ બ્યુરો,

Maa news live (all social media )

9428748643 / 9725206123 – 37 (15 group number )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *