રામસિંહ રાઠવા, દિલીપ પટેલ, લીલાધર વાઘેલાનું પત્તું કપાયું : રાજેશ ચુડાસમા રિપીટ

Contact News Publisher

– ભાજપે વધુ ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યાં

– જૂનાગઢમાં રાજેશ ચુડાસમા,આણંદમાં મિતેષ પટેલ, પાટણમાં ભરતસિંહ ડાભી,છોટાઉદેપુરમાં ગીતા રાઠવાને ચૂંટણી મેદાને ઉતારાયા

અમદાવાદ, તા. 31 માર્ચ, 2019, રવિવાર

ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની વધુ ચાર બેઠકોના ઉમેદવારોની ઘોષણા કરી છે જેેમાં જૂનાગઢ, આણંદ, પાટણ અને છોટાઉદેપુર બેઠકનો સમાવેશ થાય છે. ત્રણ વર્તમાન સાંસદોનુ પત્તુ કપાયુ છે જયારે એક સાંસદને પુ:ન ટિકિટ આપવામાં આવી છે. ટિકિટના કકળાટન કારણે ભાજપે નો રિપિટ અજમાવવા મજબૂર થવુ પડયુ છે.

જૂનાગઢમાં સાંસદ રાજેશ ચુડાસમાને ટિકિટ નહી આપવા ભાજપ હાઇકમાન્ડે મન બનાવ્યુ હતું પણ મતવિસ્તારમાં સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો . એટલુ જ નહીં.ખુદ રાજેશ ચુડાસમાએ પણ કમલમ આવી પ્રદેશ નેતાગીરી સાથે વાતચીત કરી હતી . આખરે હાઇકમાન્ડે રાજેશ ચુડાસમાને રિપિટ કરવા પડયા હતાં. વિરોધને પગલે ભાજપે આ બેઠક રિસર્વે પણ કરાવ્યો હતો.

આણંદમાં સાંસદ દિલિપ પટેલનુ પત્તુ કપાયુ હતું.તેમના સ્થાને મિતેષ પટેલને ટિકિટ આપવામાં આવી છે. દિલિપ પટેલને કાર્યકરો -નેતાને આક્રમક સ્વભાવનામાં બોલવાની આદત ભારે પડી ગઇ હતી. દિલિપ પટેલ સામે ય કાર્યકરોએ વિરોધ-રજૂઆતો કરી હતી. આખરે તેમની બાદબાકી કરવામાં આવી હતી. હવે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સામે મિતેષ પટેલનો સામનો થશે.

પાટણમાં આંતરિક માથાકુટના અંતે ભાજપ હાઇકમાન્ડે ખેરાલુના બે ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય ભરતસિંહ ડાભી પર પસંદગી ઉતારી છે. આ બેઠક પર કોંગ્રેસે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે. જગદિશ ઠાકોર અગાઉ પાટણ બેઠક પરથી ચૂંટાઇને સાંસદ તરીકે રહી ચૂક્યા છે. મંત્રી દિલિપ ઠાકોરને આ બેઠક પર ઉતારવા ભાજપે ઓફર કરી હતી પણ તેમને ઠુકરાવી દીધી હતી.

આ બેઠક પર સાંસદ લીલાધર વાઘેલાનુ પત્તુ કપાયુ છે. તેમને પુત્ર માટે ટિકિટ આપવા જીદ કરી હતી જે તેમને નડી હતી. લીલાધર વાઘેલા બનાસકાંઠામાંથી ય ચૂંટણી લડવા ઇચ્છા વ્યક્ત કરી હતી.આમ, લીલાધર વાઘેલાને પાટણ કે બનાસકાંઠા બંન્ને માંથી ટિકિટ આપવામાં આવી નહી.

છોટાઉદેપુરમાં ય વર્તમાન સાંસદ રામસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવી નથી તેમના બદલે જીલ્લા પંચાયતના સભ્ય ગીતાબેન રાઠવાને ટિકિટ અપાઇ છે. રામસિંહ રાઠવા સામે કાર્યકરોએ પ્રદેશ નેતાગીરી સમક્ષ રોષ ઠાલવ્યો હતો.

સંગઠનમાં નિષ્ક્રિયતા અને કાર્યકરોની અવગણના રામસિંહને નડી ગઇ હતી. સંગઠનમાં ઢિલી પકડને લીધે હાઇકમાન્ડે ગંભીર નોંઘધ લઇ તેમને ટિકિટ નહી આપવા નિર્ણય કર્યો હતો. ભાજપે ગુજરાતમાં ૨૬ બેઠકો પૈકી ૨૩ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધાં છે.

મિતેશ પટેલ આણંદ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ છે. કઠોળના બિઝનેસ સાથે સંકળાયેલા પરિવારના સભ્ય છે. ભાજપની વિચારસરણીને વરસોથી વરેલા છે. જ્યારે ગીતા રાઠવા લોકસભા માટે નવા હોવા છતાંય જિલ્લા પંચાયતના લેવલના રાજકારણમાં બે દાયકાથી વધુ સમયથી સક્રિય છે.

વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર પાંચ વર્ષથી વધુ સમયથી સંભાલી ચૂક્યા છે. તેમના પતિ વજેસિંહ રાઠવા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ છે. પાટણ લોકસભાની બેઠક પર પસંદ કરવામાં આવેલા ભરત સિંહ ડાભી હાલના ખેરાળુ વિધાનસભાન નિર્વાચન ક્ષેત્રના વર્તમાન ધારાસભ્ય છે. તેથી રાજકારણમાં ખૂંપેલા છે. તેમની તેમની બેઠકના મતદારો પર ખાસ્સી પકડ હોવાથી તેમને આ વિસ્તાર માટે પસંદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News