ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10નું પરિણામ જાહેર, 67.50 ટકા પરિણામ..

Contact News Publisher

કારકીર્દીના ઉંબરા સમાન સૌથી મહત્વની ગણાતી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ વહેલી સવારે વેબસાઈટ પર જાહેર થઈ ગયુ છે. ધોરણ 10ના પરિણામને gseb.org અને gipl.net પર જોઈ શકાય છે. આ વર્ષે ધોરણ 10નું 67.50 ટકા પરિણામ આવ્યુ હતુ. જે ગતવર્ષ કરતા પણ નીચું છે. ગત વર્ષે ધોરણ 10નું 68.24 ટકા પરિણામ હતુ. જ્યારે આ વર્ષે 67.50 ટકા પરિણામ છે. આ વર્ષે પર સુરતી વિદ્યાર્થીઓએ પરિણામમાં બાજી મારી છે. આ વર્ષે 80.06 ટકા સાથે સૌથી ઉંચુ પરિણામ સુરત જિલ્લાનું છે. તો દાહોદ જિલ્લાનું સૌથી નીચુ 37.35 ટકા પરિણામ આવ્યુ છે.

જૂનાગઢના ખોરાસા કેન્દ્રનું રાજ્યમાં સૌથી વધુ 96.93 ટકા પરિણામ આવ્યુ છે.તો દાહોદના સુખસરનું 5.93 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10 એસએસસીનું પરિણામ જાહેર થતા સારા માર્કસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યુ હતું. વિદ્યાર્થીઓએ એકબીજાને શુભકામના પાઠવતા નજરે પડ્યા હતા. તો સાથે જ માતા-પિતાના આશિર્વાદ લેતા પણ જોવા મળ્યા હતા.અમદાવાદની એચ.બી.કાપડિયા સ્કુલમાં વિદ્યાર્થીઓએ સફળતાની ઉજવણી કરી હતી. આ સાથે જ તેઓએ પોતાને મળેલી સફળતાના ફંડા શેર કર્યા હતા. સવારે 11 વાગ્યાથી માર્કશીટ અને પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

આ વર્ષે ગુજરાતમાં કુલ 11 લાખ વિદ્યાર્થીઓએ આ પરિક્ષા આપી હતી. આ પરિક્ષામાં બૉર્ડ દ્વારા 10 માર્ક સુધી ગ્રેસિંગ આપી પરિણામ સુધારવામાં આવી શકે છે. આ વર્ષે 10 ટકાથી વધુનું ગ્રેસિંગ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જાહેર થનારા રીઝલ્ટમાં કુલ 1566 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર નહીં કરાય અને જે અનામત રાખવામા આવશે.

ધો.10 ની બોર્ડ પરીક્ષામા આ વર્ષે ગણિતનું પેપર રૂપરેખા બહારનું હોવા સાથે ખૂબ જ અઘરૂં પુછાતા રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ ખૂબ જ વિરોધ કર્યો હતો અને ગ્રેસિંગની માંગ કરી હતી. પરંતુ બોર્ડે અત્યાર સુધી ગ્રેસિંગ આપવાની કોઈ પણ જાહેરાત કરી નથી કે સ્પષ્ટતા કરી નથી. જો કે મળતી માહિતી મુજબ સરકારને ગ્રેસિંગ આપવું જ પડે તેમ છે કારણકે જો ગ્રેસિંગ નહીં અપાય તો પરિણામ ખૂબ જ ઓછુ આવે તેમ છે. જેથી દર વર્ષ કરતા આ વર્ષે વધારે ગ્રેસિંગ સાથે ૧૦ ટકાથી વધુનુ ગ્રેસિંગ અપાય તેવી શક્યતા છે. 11 લાખથી વધુ નોંધાયેલા વિદ્યાર્થીઓ સામે 10.5 લાખથી વધુ વિદ્યાર્થીએ આ વર્ષે પરીક્ષા આપી છે અને જેમાંથી રૂબરૂ કાપલીઓ સાથે પકડાયેલા 105 વિદ્યાર્થીઓનું હિયરીંગ પૂર્ણ કરી દેવાયુ છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજમાં પકડાયેલા 1231 અને માસ કોપી કેસમાં પકડાયેલા ગોંડલ, મોટા પાંડા તથા કવાલી સહિતના કેન્દ્રોના 230 વિદ્યર્થીઓના પરિણામ પણ આજે જાહેર નહીં કરાય અને અનામત રખાશે. સીસીટીવી ફુટેજમાં પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી 4થી જુનથી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News