પ્રેમપ્રકરણથી લઇને હત્યા સુધીના તર્કવિતર્ક લગાવામાં આવ્યા 27 દિવસ પૂર્વે દફન કરાયેલો મૃતદેહ બહાર કઢાયો, પીએમ માટે જામનગર મોકલાયો

Contact News Publisher

ભુજમાં સી પોલીસ લાઈન પાછળ શાંતિનગરમાં રહેતી 21 વર્ષીય અફસાના હાજી અયુબ ખત્રી નામક યુવતીના મોત બાદ પોલીસને જાણ કર્યા વગર દફનવિધિ કરી દેવામાં આવતા મોતનો મામલો ચર્ચામાં આવ્યો અને 27 દિવસ બાદ હત્યાની આશંકાએ સોમવારે પોલીસે યુવતીનો મૃતદેહ બહાર કાઢી પીએમ સહિતની તપાસ હાથ ધરતા કેસ રસપ્રદ બન્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 26 જુલાઈના રાત્રી દરમિયાન ભુજમાં શાંતિનગરમાં રહેતી 21 વર્ષીય અફસાના હાજીઅયુબ ખત્રીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો.પરિવારજનોએ યુવતીના મોતની જાણ પોલીસને કર્યા વગર 27 દિવસ અગાઉ શહેરના આલાવારા કબ્રસ્તાનમાં તેની દફનવિધિ કરી દીધી હતી.ત્યારબાદ યુવતીના મોત અંગેની ચર્ચાઓ શરૂ થતા વાત પોલીસના કાને પહોચી હતી.જેમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસે મૃતક યુવતીના પિતાની પૂછપરછ કરતા બનાવ અંગે યોગ્ય જવાબ ન મળતા ભુજ શહેર એ ડીવીઝન પોલીસ અને પશ્ચિમ કચ્છ એલસીબીએ શંકાસ્પદ મોતની વધુ તપાસ હાથ ધરી સોમવારે આલાવારા કબ્રસ્તાનમાં દફન યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

સમગ્ર મામલે તપાસ કરતા એ ડીવીઝન પીએસઆઈ એમ.જે.ઝાલા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે 27 દિવસ અગાઉ દફન કરાયેલો યુવતીનો મૃતદેહ કોહવાઈ ગયેલો હતો.જેને એફએસએલ રીપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યો છે.રીપોર્ટ બાદ યુવતીના મોતનું સાચુ કારણ બહાર આવશે.સમગ્ર બનાવ મામલે કબ્રસ્તાનમાં તરેહ તરેહની ચર્ચા સંભાળવા મળી હતી.જેમાં પ્રેમપ્રકરણથી લઈને હત્યા સુધીના તર્ક-વિતર્કનો સમાવેશ થાય છે.જોકે આ બાબતે પોલીસને પૂછતા યુવતીએ આપઘાત કર્યો હોવાનું તેના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હોવાનું સામે આવ્યું છે.

છેલ્લા આઠેક દિવસથી કબ્રસ્તાનમાં પોલીસના આંટાફેરા
કેન્દ્રિય ગૃહમંત્રીના કચ્છમાં આગમન સમયથી યુવતીના શંકાસ્પદ મોતની જાણ થયા બાદ પોલીસે ઘટનાની તપાસ માટે પરિવારજનોની પૂછપરછ સહીત આલાવારા કબ્રસ્તાનમાં આંટાફેરા શરૂ કર્યા હતા.જેમાં યુવતીને કઈ જગ્યાએ દફન કરવામાં આવી છે તે શોધવામાં જ પોલીસનો ખાસો એવો સમય નીકળી ગયો હતો.