તહેવારમાં ફરસાણ અને મીઠાઈ ખાતા પહેલા ચેતજો, ફૂડ વિભાગે શ્રાવણ માસ દરમિયાન હજારો કિલો અખાદ્ય જથ્થો ઝડપ્યો

Contact News Publisher

હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને જન્માષ્ટમીનોતહેવારને નજીક છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ પણ સતર્ક છે અને શ્રાવણ માસની શરૂઆતથી જ સતત દરોડા પાડીને અખાદ્ય ફરસાણ અને મીઠાઈ ઝડપીને તેનો નાશ કરી રહ્યા છે. શ્રાવણ માસની શરૂઆતથી અત્યાર સુધીમાં RMCના ફૂડ વિભાગ દ્વારા હજારો કિલો અખાદ્ય ફરસાણ અને મીઠાઈ ઝડપી પાડવામાં આવી  છે.આ ફરસાણ લોકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમી હોવાનો આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે.દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન મનપાનું આરોગ્ય વિભાગ RMCનું આરોગ્ય વિભાગ સતર્ક હોય છે. RMCના ફૂડ વિભાગે શ્રાવણ માસ દરમિયાન 200થી વધુ એકમોમાં દરોડા પાડી 14 હજાર 500 કિલો અખાદ્ય ફરસાણ અને મીઠાઈનો જથ્થો ઝડપી પાડયો અને સ્થળ પર જ તેનો નાશ કર્યો છે અને નોટિસ ફટકારવામાં આવી છે.ગઈકાલે જ શ્રી રામ ગૃહ ઉદ્યોગમાં દરોડા પાડીને 5500 કિલો અખાદ્ય ફરસાણ,મીઠાઈનો જથ્થો મળી આવ્યો આ ઉપરાંત દાઝિયુ તેલ અને ફરસાણમાં ધોવાનો સોડા વપરાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો. આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ફરાળી વાનગીઓમાં બિનફરાળી વસ્તુઓ પધરાવીને લોકોની આસ્થા સાથે ચેડાં કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.