વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારના અડ્ડા પર PCBની રેડ, 19 જુગારી ઝડપાયા

Contact News Publisher

અમદાવાદમાં PCB ટીમે વસ્ત્રાપુર વિસ્તારમાં દરોડા પાડ્યા. આ જુગારધામ રેડમાં 19 જુગારી જુગાર રમતા ઝડપાયા છે. સાણંદ APMC ચેરમેન ખેંગાર સોલંકીને પણ આ રેડમાં  ઝડપી પાડવામાં આવ્યો  છે. જુગાર રમવા ન્યૂયોર્ક ટાવરમાં ઓફિસ રાખી હતી. બુકી ધવલ ઉંઝા આ સમગ્ર જુગારનો અડ્ડો ચલાવતો હતો.PCB ટીમે વસ્ત્રાપુર વિસ્તારમાં દરોડા પાડી આ સમગ્ર વાતનો પર્દાફાશ કર્યો હતો. જોકે આ રેડમાં અનેક માહિતીઓ સામે આવી હતી. જેમાં જુગાર રમવા માટે ઓફિસમાં રુપિયા ગણવાનું મશીન પણ આ જુગારીઓ રાખતા હતા. પોલીસે સ્થળ પર રેડ કરી રોકડ 70 હજાર, 3 ગાડી મળી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.