સરકાર અને સંતો વચ્ચે દોઢ કલાક ચાલેલી બેઠક મુદ્દે વિશિષ્ટ વિગત, બેઠક હકારાત્મક રહી

Contact News Publisher

સાળંગપુર હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હજુ પણ તેનો  કોઈ નીવેડો આવ્યો નથી. ત્યારે આ બધાની વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કુલ 7 મુદ્દા પર સહમતી સધાઈ શકે છે. સ્વામિનારાયણ સંતોની મુખ્યમંત્રી સાથેની બેઠક હકારાત્મક રહી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. સનાતન ધર્મની લાગણી ના દુભાય એવો નિર્ણય લેવા બાંહેધરી આપી છે. વિહિપ સાથેની બેઠકના જે નિર્ણય લેવાય એનો સ્વીકાર કરવા જણાવ્યું છે. સ્વામિનારાયણ સંતોએ ગુજરાતની શાંતિ ના હણાય એવો નિર્ણય લઈશું એમ જણાવ્યું છે. તો પોતે પણ હનુમાનના ભક્ત અને સૌથી મોટી મૂર્તિ બનાવી હોવાનું જણાવ્યું છે.