પોલીસવાળા ‘ગ્રાહક’ બનીને ગયા સેક્સ માણવા, છોકરીઓ સાથે નક્કી કર્યું અને બન્યું ખળખળાટ મચાવનારું

Contact News Publisher

સ્પાની આડમાં કૂટણખાના ધમધમી રહ્યાં છે. અવારનવાર આવા સમાચારો સામે આવતા રહે છે જેમાં બહારથી તો સ્પાનું બોર્ડ માર્યું હોય પરંતુ અંદર સેક્સનો ધંધો જ ચાલતો હોય છે. હકીકતમાં ખરેખરા સ્પાનું કામ કરતા હોય તેવા સેન્ટરો તો બહું ઓછા હશે પરંતુ તેને બદલે હવે આવા સ્પા સેક્સની ભૂખ છિપાવવાનું સાધન કે સ્થળ બની રહ્યાં છે. વધુ એક વાર આ વાત સાબિત થઈ છે અને મોટું સેક્સ રેકેટ ઝડપાયું છે. આ વખતે કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢમાં સેક્સ રેકેટ સામે આવ્યું છે.પંજાબ પોલીસે ચંદીગઢના સેક્ટર-32માં સ્થિત એક સ્પા સેન્ટરના પડદા પાછળ ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અહીં એક સરપ્રાઈઝ રેડ દરમિયાન પોલીસે 4 છોકરીઓને છોડાવી હતી. આ 4 છોકરીઓ સ્પાને નામે પૈસા લઈને ગ્રાહકોની હવસની ભૂખ સંતોષતી હતી. પોલીસે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી. પોલીસે આરોપી સામે આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પકડાયેલા આરોપીઓમાં મહિલા અને એક પુરુષ સ્પા સેન્ટરના મેનેજર અને રિસેપ્શનિસ્ટ તરીકે પોઝ આપી રહ્યા હતા. સાથે જ ધરપકડ કરાયેલો ત્રીજો આરોપી ગ્રાહક હોવાનો દાવો કરી રહ્યો છે. આરોપીઓની ઓળખ સેન્ટર મેનેજર સિમરનજીત કૌર, રિસેપ્શનિસ્ટ અમન અને ગ્રાહક હરગુન સિંહ ભાટિયા તરીકે થઈ છે. સિમરનજીત કૌર મિલ્ક કોલોની, અમન ઝીરકપુરની રહેવાસી છે અને હરગુન સિંહ ભાટિયા ચંદીગઢ સેક્ટર-21એના રહેવાસી છે.ચંદીગઢ પોલીસે કહ્યું કે પીસીઆરને માહિતી મળી હતી કે સેક્ટર-32ડીમાં લોટસ સ્પામાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. માહિતી મળતા જ પોલીસે એક ટીમ બનાવી લીધી હતી અને એક છટકું ગોઠવ્યું હતું, આ છટકામાં તેમને બધાને ઝડપી લેવાનો પ્લાન બનાવાયો હતો. સૌથી પ્રથમ બે-ત્રણ પોલીસકર્મી નકલી ગ્રાહક બનીને સ્પા સેન્ટરમાં ગયાં હતા અને ત્યાં સોદો નક્કી થયો હતો. છોકરીઓને ખબર નહોતી કે તેઓ જેમની સાથે શરીર સંબંધ બાંધવા જઈ રહી છે તે ગ્રાહક નહીં પરંતુ પોલીસવાળા છે, તે ગ્રાહકોને લઈને રુમમાં પહોંચી પરંતુ તેટલી વારમાં તો ઘાટ થઈ ગયો અને એક પોલીસકર્મીએ બહાર સંતાયેલા પોલીસ અધિકારીઓને જાણ કરી દીધી. એલર્ટનો મેસેજ આવતાં જ પોલીસ સ્પા સેન્ટરમાં ઘુસી ગઈ હતી, પોલીસને જોતા જ છોકરીઓ અને સ્પામાં નાસભાગ મચી હતી. પરંતુ પોલીસ પૂરો પ્લાન કરીને આવી હતી અને ત્યાંથી કોઈને પણ છટકવા ન દીધા. આ રીતે પોલીસે 4 છોકરીઓને ત્યાંથી છોડાવીને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી.