ચીન મુદ્દે સંસદમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે ભરી હુંકાર

Contact News Publisher

લોકસભામાં ગુરુવારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત જાણે એમ છે કે, જ્યારે રાજનાથ સિંહ ચંદ્રયાન-3, આદિત્ય L1 સહિત વિવિધ સુરક્ષા પાસાઓ પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અધીર રંજને તેમને અટકાવ્યા અને પૂછ્યું કે શું તેમનામાં ચીન પર ચર્ચા કરવાની હિંમત છે ?  આના પર રાજનાથ સિંહે કહ્યું કે, મારામાં પૂરી હિંમત છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે બોલવાનું શરૂ કરતાં જ અધીર રંજન સહિત અનેક સાંસદોએ કહ્યું કે, ચીને આપણી સરહદનો કેટલો ભાગ કબજે કર્યો છે? તેના પર રાજનાથ સિંહે કહ્યું કે, ઇતિહાસમાં ન લઈ જાઓ. અધીર રંજન જી, અમારામાં પૂરી હિંમત છે. ચીન પર પણ… હું ચર્ચા માટે તૈયાર છું અને છાતી પહોળી કરીને ચર્ચા કરવા તૈયાર છું.હાલમાં સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. સરકારે મંગળવારે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. તે લોકસભામાં પસાર થઈ ગયું. તેના સમર્થનમાં 454 સાંસદોએ મતદાન કર્યું હતું. આ બિલના વિરોધમાં માત્ર બે વોટ પડ્યા હતા. લોકસભામાં બિલ પાસ થયા બાદ PM મોદીએ ગુરુવારે લોકસભામાં કહ્યું, ગઈકાલે ભારતની સંસદીય યાત્રાની સુવર્ણ ક્ષણ હતી. આ ગૃહના તમામ સભ્યો તે સોનેરી ક્ષણને પાત્ર છે. ગઈ કાલનો નિર્ણય અને આજે જ્યારે આપણે રાજ્યસભા (બિલ પસાર થયા પછી) છેલ્લા તબક્કાને પાર કરીશું ત્યારે દેશની માતૃશક્તિના મૂડમાં જે પરિવર્તન આવશે અને જે આત્મવિશ્વાસ પેદા થશે તે એક અકલ્પનીય શક્તિ બનીને ઉભરી આવશે.