હોટલમાં સેક્સ પાર્ટી ! 25 યુવાન-યુવતીઓ શરીરસુખ માણતા ઝડપાયા, નજારો જોઈને પોલીસે બંધ કરી આંખો

Contact News Publisher

દેશમાં વધુ એક સેક્સ રેકેટ ઝડપાતાં ચકચાર મચી છે. સતત ત્રીજા દિવસે એક મોટું સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પહેલા ચંદીગઢ અને પછી લખનઉ તથા હવે બિહારના પટણાની એક ફાઈવ સ્ટાર હોટલમાંથી મોટું દેહ વ્યાપાર કરતી કેટલીક છોકરીઓ અને છોકરાઓ ઝડપાયા છે. પટના પોલીસે પટનાના બિહાટાની ખાનગી હોટલ ઓયોમાં ચાલતું  સેક્સ રેકેટ ખુલ્લું પાડ્યું છે. પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિના સંબંધમાં એક ડઝનથી વધુ યુવતીઓ અને એક ડઝનથી વધુ પુરુષોને પકડ્યા છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે દરોડાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.બાતમીના પગલે પટના પોલીસની ખાસ ટીમને એકઠી કરવામાં આવી હતી, અને એક ખાનગી હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ, ઘણા યુવાન પુરુષો અને સ્ત્રીઓ હોટલના ઓરડાઓની અંદર કઢંગી હાલતમાં જોવા મળ્યાં હતા. પોલીસની કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી.ગ્રાહકોની ડિમાન્ડ પર હોટલવાળા છોકરીઓ બોલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ત્યાંના માહોલ જોઈને તે ચકરાવો ખાઈ ગઈ હતી અને તેને પણ શરમ આવી ગઈ હતી. હાલ તો આ સેક્સ પાર્ટીમાં સંડાવાયેલા તમામ આરોપીઓને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.સેક્સ રેકેટના સૂત્રધારને લઈને પણ ડીએસપીએ ખુલાસો કર્યો છે. ડીએસપીએ કહ્યું કે આ સેક્સ રેકેટ હોટલ મેનેજમેન્ટ જ ચલાવતું હતું. આ કેસોમાં સામેલ યુવતીઓ કોણ હતી તેની તપાસ ચાલી રહી છે.