Chicago : ઘરમાં ઘૂસીને માતા-પિતા, 2 બાળકો અને 3 પાલતુ શ્વાનને ગોળી મારી હત્યા

Contact News Publisher

શિકાગો પોલીસને રોમિયોવિલેના એક એપાર્ટમેન્ટમાં એક દંપતી, તેમના બે બાળકો અને ત્રણ શ્વાનના મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ અધિકારીઓ તેના ઘરે પહોંચ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પરિવારના કોઈ સભ્ય કામ પર ન ગયા અને દિવસભર સંબંધીઓ અથવા મિત્રોના ફોન કોલ્સનો જવાબ ન આપતાં તેઓ ચિંતિત બન્યા.એક ઘરમાંથી એક દંપતી, તેમના બે નાના બાળકો અને પરિવારના ત્રણ પાલતુ શ્વાનના મૃતદેહ મળી આવ્યા હતા. શિકાગો પોલીસે જણાવ્યું હતું કે તેમના મૃતદેહ રાત્રે 8:40 વાગ્યાની આસપાસ મળી આવ્યા હતા જ્યારે વરિષ્ઠ અધિકારીઓ તપાસ માટે રવિવારે રાત્રે તેમના રોમિયોવિલે ઘરે પહોંચ્યા હતા.