‘આતંકીઓનો અડ્ડો બન્યું કેનેડા, પાકિસ્તાન મદદમાં’,વીઝા સ્થગિત

Contact News Publisher

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને ભારતે અત્યાર સુધી 3 મોટી કાર્યવાહી કરી છે. બંને દેશો વચ્ચે બગડતા સંબંધો વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ગુરુવારે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે કેનેડાની ધરતી પર આતંકવાદી ગતિવિધિઓ વિશે તેમની સાથે ખૂબ જ ચોક્કસ માહિતી શેર કરી છે. પરંતુ કેનેડાએ ભારત સાથે કોઈ ચોક્કસ માહિતી શેર કરી નથી. કેનેડા આતંકી ગતિવિધિઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. તેણે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વિશે વિચારવાની જરૂર છે.  કેનેડાની વિઝા સેવા આગામી આદેશ સુધી સ્થગિત રહેશે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે કેનેડાની સરકારના તમામ આરોપો રાજકીય છે. ભારત સાથે કોઈ ખાસ જાણકારી શેર કરવામાં આવી નથી. અમે આ બાબતે ચોક્કસ માહિતીથી વાકેફ રહેવા માંગીએ છીએ.સૌથી મોટો મુદ્દો કેનેડા અને પાકિસ્તાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા અને સમર્થિત આતંકવાદનો છે.