BJP સાંસદે શરમ નેવે મૂકી: સંસદની અંદર જ કહ્યું, ‘એ **#$%… આતંકવાદી… મુલ્લા… તને બહાર જોઈ લઇશ…’, વિપક્ષ ભડક્યું

Contact News Publisher

‘ઓય…, ઓય આતંકવાદી, એ આતંકવાદી વચ્ચે ન બોલ, આ આતંકવાદી-ઉગ્રવાદી છે, આ મુલ્લો આતંકવાદી છે… આની વાત નોટ કરતા રહેજો, હું હવે આ મુલ્લાને બહાર જોઈ લઈશ.’ આ શબ્દો છે કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ રમેશ બિધુરી ના. તેઓ સંસદમાં દક્ષિણ દિલ્હીનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભામાં તેમણે જે પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો અને જે રીતે તેમને સાંભળીને પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન હસ્યા, આ દ્રશ્યથી ઘણા લોકોને નારાજ થયા છે. આ અંગે ભાજપના સમર્થકોએ મૌન સેવ્યું છે, પરંતુ સાંસદના આવા અપશબ્દો સાંભળીને ઘણા વિપક્ષી નેતાઓ અને સામાન્ય લોકો ચોંકી ગયા. દીપક કુશવાહાએ કહ્યું, ‘ગઈ કાલે હું રાજ્યસભામાં AAPના સાંસદને સાંભળી રહ્યો હતો, જ્યારે તેમણે ભાજપ માટે ‘ધોખા’ છેતરપિંડી શબ્દનો ઉપયોગ કર્યો, ત્યારે સ્પીકર ગુસ્સે થઈ ગયા અને તરત જ એક્શન લીધું અને કહ્યું હતું કે આ એક અસંસદીય શબ્દ છે અને રેકોર્ડ પર જશે નહીં. આટલા બધા બેવડા પાત્રો… ભાજપના સાંસદો એક જ દિવસમાં ગમે તે બોલે, તે બધું બરાબર છે.’