અમદાવાદમાં વધુ એક ત્રિપલ તલાક: પતિએ પોસ્ટ મોકલીને પત્નીને આપ્યા ત્રિપલ તલાક પતિએ 5 લાખનું દહેજ માગીને પત્નીને ઘરમાંથી કાઢી મુકી

Contact News Publisher

અમદાવાદમાં ફરી ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પોસ્ટ મારફતે અલગ-અલગ તારીખે ત્રિપલ તલાકનું લખાણ મોકલીને પત્નીને ત્રિપલ તલાક આપતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. પરિણીતાએ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર ઘટનાને લઇ તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બાપુનગર વિસ્તારની એક પરિણીતાને તેના પતિએ પોસ્ટ મોકલીને ત્રિપલ તલાક આપ્યા છે. પતિની અસામાજિક પ્રવૃત્તિને લઈને મહિલાને સતત તેની સાથે ઝઘડા થતાં હતા. વર્ષ 2018માં મહિલાએ પતિ વિરુદ્ધ મારપીટની ફરિયાદ નોંધાવી હતી. એ સમયે પતિએ 5 લાખનું દહેજ માંગીને પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. જે બાદ પતિએ મહિલાને પોસ્ટથી ત્રિપલ તલાકનું લખાણ મોકલ્યું હતું.ત્રીજી વખત પોસ્ટ આવ્યા બાદ મહિલા સીધી બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી, જ્યાં તેણે પોલીસ અધિકારીને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ મહિલાની ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ બાપુનગર પોલીસે સમગ્ર ઘટનાને લઇને તપાસ શરૂ કરી છે.

1 thought on “અમદાવાદમાં વધુ એક ત્રિપલ તલાક: પતિએ પોસ્ટ મોકલીને પત્નીને આપ્યા ત્રિપલ તલાક પતિએ 5 લાખનું દહેજ માગીને પત્નીને ઘરમાંથી કાઢી મુકી

  1. Pingback: soothing piano

Comments are closed.