દિલ્હી મેટ્રોમાં ફરી પાછી અશ્લિલ હરકત કપલ દરવાજા પાસે એકબીજાને ચીપકીને કરી કિસ

Contact News Publisher

દિલ્હી મેટ્રોમાં અશ્લિલ કૃત્યની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે પણ કપલે જાહેરમાં શરમજનક ઉઘાડી હરકત કરી હતી અને પ્રવાસીઓને શરમમાં મૂક્યાં હતા. મેટ્રો મેનેજમેન્ટ વારંવાર લોકોને અપીલ કરે છે કે મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારનું અશ્લીલ કૃત્ય ન કરો. પરંતુ હવે એકવાર એક વીડિયો વાયરલ થયો છે જેને દિલ્હી મેટ્રોનો વીડિયો ગણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક કપલ મેટ્રોની અંદર લિપ-લોક કરતું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોયા બાદ ઘણા રિએક્શન પણ સામે આવી રહ્યા છે. આ કપલ મેટ્રોના દરવાજા પાસે ઉભેલું, એકબીજાની આસપાસ વીંટળાયેલું અને લિપલોકમાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે. આ દરમિયાન બીજા ઘણા મુસાફરો પણ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે. આ ઘટના આનંદ વિહાર મેટ્રો સ્ટેશન નજીક બની હતી.