યુપીની સગીર યુવતી પર ઉજ્જૈનમાં ગેંગરેપ, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

Contact News Publisher

ઉજ્જૈનના મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર બાળકી પર રેપનો  મામલો સામે આવ્યો છે. યુવતીને ઈન્દોર રીફર કરવામાં આવી છે. આ ઘટના બાદ બાળકીની હાલત નાજુક હોવાનું કહેવાય રહ્યું છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉજ્જૈન એસપીએ SITની રચના કરી છે. મળતી માહિતી અનુસાર  પીડિત યુવતી ઉત્તર પ્રદેશની હોવાની શક્યતા છે. ઉજ્જૈનના પોલીસ અધિક્ષક સચિન શર્માએ જણાવ્યું કે, મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. આ પછી તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યારે બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે તેની હાલત અત્યંત ગંભીર હતી. તેને લોહીની જરૂર હતી. આ દરમિયાન મહાકાલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ પણ યુવતીને બ્લડ આપ્યું હતું.યુવતીએ પોતાના પર રેપ થયો છે તેવી કોઈ માહિતી આપી ન હતી, પરંતુ તેના મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, તેની સાથે ગેંગ રેપ થયો છે. બાળકીની ઉંમર અંગેના દસ્તાવેજો પણ હજુ સુધી મળ્યા નથી. તેની ઓળખ પણ થઈ શકી નથી પરંતુ તેની ભાષા પરથી લાગે છે કે તે પ્રયાગરાજની હોઈ શકે છે.”