વ્યક્તિએ મોબાઈલ પર બેસ્ટ સુસાઇડ વે સર્ચ મારતા જ મુંબઈ પોલીસ પહોંચી ગઈ, ટ્રેક કરી આત્મહત્યા કરતા અટકાવ્યો

Contact News Publisher

મુંબઈમાં ઇન્ટરપોલ અને પોલીસની સતર્કતા એક વ્યક્તિનો જીવ બચાવવા નિમિત્ત બની છે. મુંબઈમાં રહેતો એક 28 વર્ષીય યુવાન google પર આત્મહત્યા કરવા માટેના રસ્તા અંગે સર્ચ કરતો હતો. જેને લઈને ઇન્ટરપોલને જાણ થતા તેણે મુંબઈ પોલીસેને મોબાઈલ નંબર શેર કર્યા હતા. જેને લઈને પોલીસે આ નંબર ટ્રેક કર્યા હતા. જ્યાં તપાસ બાદ યુવાનનું લોકેશન શોધી અને તેમને ઉપનગરીય માલવણી વિસ્તારમાંથી બચાવ્યો હતો. જે યુવાન ડિપ્રેશનના હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.