બિહારના પટણામાં સગીર છોકરાએ ઈન્સ્ટા ફ્રેન્ડ પર હોટલમાં કર્યો રેપ

Contact News Publisher

દેશમાં ઈન્સ્ટાગ્રામ રેપની ઘટનાઓ પણ વધી રહી છે. છોકરીઓ ઈન્સ્ટાગ્રામ પર સહેલાઈથી ફસાઈ જતી હોય છે. 12 વર્ષની ઈન્સ્ટાગ્રામવાળી સગીર છોકરી સાથે રેપની ઘટના સામે આવી છે. રેપિસ્ટ બીજો કોઈ નહીં પરંતુ તેનો સગીર મિત્ર જ હતો. હોટલમાં 16 વર્ષના છોકરાએ 12 વર્ષની છોકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી ભાગી ગયો હતો. ફોટો શેરિંગ એપ ઈન્સ્ટા પર બંનેની મિત્રતા થઇ હતી. આરોપી છોકરો પીડિતાના પાડોશમાં રહે છે. અને તે બંને એકબીજાને ઓળખે છે. જાણકારી મુજબ રૂપસપુરની રહેવાસી 12 વર્ષની બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આરોપી પીડિતાને ઓળખે છે. તે પીડિતાને ફોસલાવીને હોટલમાં લઈ ગયો હતો જ્યાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ પીડિતા ઘટના સ્થળ પાસે રોડ પર પડી હતી. પછી તેનો ભાઈ ઘરે લઈ ગયો. ત્યારબાદ પીડિતાએ તેના પરિવારના સભ્યોને આ ઘટના વિશે જણાવ્યું હતું. પીડિતાનો પરિવાર કેસ કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ગયો હતો, પરંતુ આ ઘટના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં બની હોવાથી કોઈ એફઆઈઆર નોંધાઈ ન હતી. બાદમાં ઉપરી અધિકારીની દરમિયાનગીરીથી શાસ્ત્રી નગર પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો.