પંજાબના મોગા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી એક ઓપરેશનમાં વ્યક્તિના પેટમાંથી નિકળી અજીબ વસ્તુઓ

Contact News Publisher

પંજાબના મોગા શહેરમાં 40 વર્ષનો એક વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરને જણાવ્યું કે તેને થોડા દિવસોથી તાવ અને ઉલ્ટી થઈ રહી છે. તપાસ માટે જ્યારે એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે રિપોર્ટ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્રણ કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં વ્યક્તિના પેટમાંથી ઈયરફોન, નટ-બોલ્ટ, સ્ક્રૂ, રાખડી, રોઝરી, સ્ક્રૂ, સેફ્ટી પિન, લોકેટ સહિત 100થી વધુ વસ્તુઓ બહાર કાઢવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ ઘટના મોગાની મેડિસિટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બની હતી. કુલદીપ સિંહ 26 સપ્ટેમ્બરે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેને ખૂબ તાવ હતો, ઉલ્ટી થઈ રહી હતી અને પેટમાં સખત દુખાવો હતો. કુલદીપે ડોક્ટરને જણાવ્યું કે તે બે વર્ષથી પેટમાં દુખાવો અનુભવે છે.