કેરળમાં સગીરા પર બળાત્કાર: આરોપીને કુલ ૮૦ વર્ષની જેલ

Contact News Publisher

કેરળની એક કોર્ટે સગીરા સાથે બળાત્કાર અને તેને ગર્ભવતી બનાવવાના કેસમાં દોષિતને કુલ ૮૦ વર્ષની જેલની સજા ફટકારી છે. દોષિત વ્યકિત પર આરોપ છે કે તેણે પોતાની પત્નીની પિતરાઇ સગીરા બહેનથી બળાત્કાર કર્યો હતો જેના કારણે તે ગર્ભવતી થઇ હતી.આ ઘટના કેરળના ઇડુક્કી જિલ્લાની છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસેક્યુટર (એસપીપી) શિજો મોન જોસેફે જણાવ્યું હતું કે દોષિતને ૨૦ વર્ષ જ જેલમાં પસાર કરવાના રહેશે કારણકે સજાઓ એક સાથે ચાલશે.

ઇડુક્કી ફાસ્ટ ટ્રે કોર્ટના ન્યાયમૂર્તિ ટી જી વર્ગીસે આરોપીને વિભિન્ન કેસોમાં દાષિત ઠેરવ્યા હતાં અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ કુલ ૮૦ વર્ષની જેલની સજા ફટકારી છે.કોર્ટે દોષિતને ૪૦,૦૦૦ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે ડિસ્ટ્રિક્ટ લિગલ સર્વિસીસ ઓથોરિટીને એક લાખ રૃપિયાનું વળતર આપવાના પણ નિર્દેશ આપ્યા છે.એસપીપીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી સગીરા પર એ સમયે બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે તેની પત્ની ઘરે ન હતી. બળાત્કાર પછી સગીરા ગર્ભવતી બની અને બાળકને જન્મ આપ્યો ત્યારે ગુનાનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં ૨૩ સાક્ષી, ૨૭ દસ્તાવેજ અને ૬ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતાં.