આચાર સંહિતા બાદ શું મતદાર યાદીમાં નામ ઉમેરી શકાય ? સમજીએ

Contact News Publisher

દેશના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં હાલ વિધાનસભાની ચુંટણી યોજવા જઈ રહી છે. આ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ જશે. એકવાર રાજ્યમાં આચાર સંહિતા લાગુ થયા પછી, ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. દેશમાં નિષ્પક્ષ અને મુક્ત રીતે ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચ દ્વારા કેટલાક નિયમો નક્કી કરવામાં આવે છે, જેને આચારસંહિતા કહેવામાં આવે છે. આચારસંહિતા લાગુ થયા પછી તમે વોટર આઈડી કાર્ડ બનાવી શકશો કે નહીં? તેમજ વોટર લિસ્ટમાં નામ કેવી રીતે ઉમેરી શકાય? આ વિશે જાણો માહિતી સ્ટેપ બાય સ્ટેપ.

આચારસંહિતા લાગુ થયા બાદ મતદાર યાદીમાં નામ ઉમેરાશે?

ચુંટણીની તારીખ જાહેર થતા જ ચુંટણી પંચ એક્શન મોડમાં આવી ગયું છે. આ પાંચ રાજ્યોમાં મતદાન કરનાર નાગરિકોની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. હાલમાં, જેમણે મતદાન યાદીમાં તેમના નામ ઉમેર્યા નથી અને 18 વર્ષથી વધુ ઉંમરના છે તેઓ ઓનલાઈન અથવા ઓફલાઈન જઈને તેમના નામ યાદીમાં ઉમેરી શકે છે. મતદાર યાદીમાં આચાર સંહિતા લાગુ થયાના 10 દિવસ સુધી નામ ઉમેરી શકાય છે. 17 ઓક્ટોબર 2023 થી 30 નવેમ્બર 2023 સુધી મતદાન યાદીમાં ફેરફાર કરી શકાશે. આચારસંહિતા હજુ અમલમાં આવી નથી. ટૂંક સમયમાં અમલમાં આવશે.

ઓનલાઈન મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ઉમેરવું?

સ્ટેપ 1- www.eci.nic.in સાઈટ પર જઈને ‘ઓનલાઈન મતદાર નોંધણી’ લિંક સિલેક્ટ કરો

સ્ટેપ 2- વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવા માટે યુઝર ID અને પાસવર્ડ બનાવો

સ્ટેપ 3- યુઝરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ માટે આપેલ ફીલ્ડમાં તમારો ફોટોગ્રાફ અપલોડ કરો

સ્ટેપ 4- એડ્રેસ પ્રૂફ જેવા વધારાના ડોકયુમેન્ટ અપલોડ કરો. જો તમે ઓનલાઈન ડોકયુમેન્ટ સબમિટ કરવામાં અસમર્થ છો, બૂથ લેવલ ઓફિસર ડોકયુમેન્ટ લેવા માટે તમારા ઘરે આવે તેવી અરજી પણ કરી શકો છો. તે વિકલ્પ તમને ત્યાં પણ મળશે.

ઑફલાઇન માટેની પ્રક્રિયા 

સ્ટેપ 1- ચૂંટણી પંચની વેબસાઇટ પરથી રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરો અથવા તેને ERO ઑફિસમાંથી લઈ શકાય છે.

સ્ટેપ 2- જરૂરી માહિતી સાથે ફોર્મ ભરો અને જરૂરી ડોકયુમેન્ટની ફોટોકોપી જોડો.

સ્ટેપ 3-  ભરેલું ફોર્મ તમારા મતવિસ્તારના બૂથ લેવલ ઓફિસર અથવા મતદાર કેન્દ્રને મોકલો.

મતદાન યાદીમાં તમારું નામ આ રીતે કરો ચેક  

જો તમે મતદાન યાદીમાં તમારું નામ ઓનલાઈન ચેક કરવા ઈચ્છો છો, તો સૌથી પહેલા પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી વોટર હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરો. તે પછી લોગ ઇન કરીને તમે EPIC નંબરનો ઉપયોગ કરીને તમારા મતદાન સૂચિના નામનું સ્ટેટસ ચેક શકો છો.