ગુજરાત સરકારનો મોટો નિર્ણય: કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો અપાશે રૂ.14 લાખની સહાય

Contact News Publisher

જ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કરારના સમય દરમિયાન કર્મચારીનું અવસાન થાય તો કર્મચારીના પરિવારને આર્થિક સહાય આપવામાં આવશે. ફરજ દરમિયાન અવસાન થાય તો આશ્રિતોને રૂ.14 લાખની સહાય મળશે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મામલે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ – 3અને વર્ગ – 4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવામાં આવશે.