કલોલમાં કાપડના ધંધા માટે યુવકે ૩૫ લાખ લઇને પરત ન આપી ઠગાઇ આચરી

Contact News Publisher

કલોલમાં રહેતા એક યુવકે તેના મિત્રને ધંધા માટે પૈસા આપ્યા હતા. તેણે પોતાની પાસેથી અને તેના મિત્ર પાસેથી પણ પૈસા અપાવ્યા હતા રૃપિયા ૩૫ લાખ જેવી મોટી રકમ આપ્યા પછી પણ આ યુવકે પૈસા ચૂકવવાના હતા જેથી તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.

કલોલમાં રહેતા સમીરભાઈ મેકવાન દ્વારા પોલીસ મથકમાં તોસીફ હનીફભાઈ મેમણ રહે આશિયાના સોસાયટી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કૌશિકભાઈએ તેમની પાસે હાથ  ઉછીના પૈસા માગ્યા હતા પણ પોતે આપ્યા ન હતા ત્યારબાદ તેમના પિતાની ભલામણથી સમીરભાઈએ ગાંધીનગરમાં રહેતા તેમના મિત્ર સલીમભાઈ પાસેથી રૃપિયા ૨૫ લાખ અપાવ્યા હતા અને તોસીફેે ૨૫ લાખની સામે તેમનો પ્લોટ આપવી દેવાની ઓફર કરી હતી અને હું મારો પ્લોટ તમને દસ્તાવેજ કરી આપીશ તેમ કહેલ હતું. ત્યારબાદ સલીમભાઈ ગુજરી ગયા હતા અને વધુ પૈસાની જરૃર પડતા સમીરભાઈએ ફરીથી રૃપિયા ૧૦ લાખ આપ્યા હતા. ત્યારબાદ સમય વીતતા તેઓએ પૈસાની માંગણી કરી હતી પોતાના પૈસા અને સલીમભાઈના પૈસા મળીને તેઓએ રૃપિયા ૩૫ લાખની માંગણી કરતા આપવાની ના પાડી દીધી હતી અને કહેલ કે તારાથી થાય તે કરી લેજે પૈસા મળશે નહીં અને મારી પાસે પૈસાની માંગણી કરશો તો હું તમને અને તમારા દીકરાને માર મારીશ અને ખોટા કેસો કરીને ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી જેથી સમીરભાઈએ તોસીફ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.