ભારતના એક નિર્ણયથી કેનેડામાં મચી ગયો હડકંપ, કહ્યું છેલ્લા 40-50 વર્ષોમાં કોઈ દેશે આવું કર્યું નથી

Contact News Publisher

રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ મોદી સરકારના અલ્ટીમેટમ બાદ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. આ માહિતી કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ગુરુવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી. આ દરમિયાન હવે કેનેડાના એક પૂર્વ રાજદ્વારીએ કહ્યું છે કે, ભારતે કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહ્યું તે સામાન્ય ઘટના નથી. છેલ્લા 40 કે 50 વર્ષમાં આવી કોઈ ઘટના મને યાદ નથી કે જ્યાં આવું કંઈક બન્યું હોય. જોકે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની નિશ્ચિત તારીખ 10 ઓક્ટોબર હતી. પરંતુ કેનેડાએ ભારત સાથે ખાનગી વાટાઘાટો દ્વારા આ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મંત્રણા નિષ્ફળ રહી હતી.