ઍલર્ટ! તેજ બાદ હવે હામૂન વાવાઝોડાએ વધાર્યું ટેન્શન

Contact News Publisher

ભારતને અડીને આવેલા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે ચક્રવાતી તોફાન મંડરાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગે આ વાવાઝોડાને ગંભીર તરીકે વર્ગીકૃત કર્યા છે અને તેના સંબંધમાં ચેતવણી જાહેર કરી છે. આ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતના રાજ્યો તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાનનું નામ હામૂન નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાનનું નામ તેજ રાખવામાં આવ્યું છે.