ચક્રવાતી તોફાન હમૂન બન્યું ખતરનાક

Contact News Publisher

બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન હામૂન મજબૂત થઈ રહ્યું છે. તેના કારણે હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં હવામાન વિભાગે જનતાને તોફાન વિશે અપડેટ રહેવા અને સત્તાવાર સલાહનું પાલન કરવાનું કહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીની ઉપર બની રહેલું ચક્રવાતી તોફાન હામૂન છેલ્લા છ કલાકમાં 23 કિમી પ્રતિ કલાકની ગતિની સાથે પૂર્વોત્તર તરફ વધી ગયું. તેની તીવ્રતા કલાકો સુધી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તે ઉત્તર-પૂર્વ તરફ વધતા ધીમે-ધીમે નબળું પડશે.