ભુજના ભાવેશ્વર નગરમાં અજાણી ટાવર્સની ઇમારતના છજામાંથી પથ્થરો ખરી પડતા ભય ફેલાયો

Contact News Publisher

વર્ષ 2001 ના ભયાનક ભૂકંપમાં જિલ્લા મથક ભુજમાં ભારે ખાના ખરાબી સર્જાઇ હતી અને મોટાભાગની ઇમારતો ક્ષતિ પામી હતી. જોકે બાદમાં અતિ ભયજનક ઇમારતો તંત્ર દ્વારા દૂર કરાય હતી, જ્યારે અન્ય જર્જરિત ઇમારતો યથાવત ઉભી રહેવા પામી હતી. આ પ્રકારની ઇમારતોમાં સમય જતાં ફરી વસવાટ શરૂ થઈ જતા આજ દિન સુધી સલામત રીતે ઉભી રહેવા પામી છે. શહેરમાં કુલ 12 જેટલી ઇમારતો ભયગ્રસ્ત હાલતમાં ઉભી છે , તે પૈકી કેમ્પ એરિયાના ભાવેશ્વર નગર ખાતે આવેલી અજાણી ટાવર્સ નામની ઈમારતમાં આજે છજાના પથ્થરો નીચે ખરી પડતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. વહેલી સવારના અરસામાં ઉપરના મળેથી મલબો જમીન પર પટકાતા મોટો ધડાકો થયો હતો. સદભાગ્યે ઘટનામાં કોઈને ઇજા પહોંચી નહોતી.