પાલનપુર બ્રિજની દુર્ઘટનાને CMએ લીધી ગંભીરતાથી, અધિકારીઓને આપી કડક સૂચના

Contact News Publisher

પાલનપુર બ્રિજ દુર્ઘટનાનો પડઘો કેબિનેટ બેઠકમાં પડ્યો છે. વાત જાણે એમ છે કે, આજે ગાંધીનગરમાં યોજાયેલ ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠકમાં પાલનપુર બ્રિજ દુર્ઘટના મામલે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ પડવાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. આ સાથે મુખ્યમંત્રીએ કેબિનેટ મંત્રી અને અધિકારીઓને જરૂર પડે તો વધુ નાણાં ખર્ચ કરવા સૂચન કર્યું છે.

ગાંધીનગરમાં આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. તાજેતરમાં બનાસકાંઠાના પાલનપુરમાં બ્રિજ ધરાશાઈ થયા બાદ CM ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા હતા. જે બાદમાં હવે આજે કેબિનેટ બેઠકમાં પણ પાલનપુર બ્રિજ દુર્ઘટનાનો પડઘો પડ્યો છે. વિગતો મુજબ CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ મંત્રી અને અધિકારીઓને આ મામલે સૂચના આપતા કહ્યું છે કે, ગુણવત્તાની બાબતમાં કોઇ બાંધછોડ ચલાવી લેવાશે નહી. આ સાથે જરૂર પડે તો વધુ નાણાંનો ખર્ચ કરવા સૂચના આપી છે.