અમદાવાદમાં પ્રદૂષણ વધવાનો મામલો ,નેશનલ લેવલે પોલ્યુશન પ્રમાણ વધતા તંત્ર ચિંતામાં

Contact News Publisher

હવે હવા પણ વિચારીને લેવી પડશે કે, શું ? દિલ્હીમાં હવામાં પ્રદૂષણના કારણે લોકોને આંખોમાં તકલીફ થઈ રહી છે. ત્યારે વર્તમાનમાં સૌથી મોટો અને સતાવતો સવાલો છે ગ્લોબલ વોર્નિગ. અમદાવાદમાં પ્રદૂષણ વધવાનો મામલો સામે આવ્યો છે. એર પોલ્યુશન વધતા AMC તંત્રનો સર્વેમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.

નેશનલ લેવલે પોલ્યુશન પ્રમાણે વધતા પ્રદૂષણને લઈ તંત્ર ચિંતામાં મુકાયો છે. અત્રે જણાવીએ કે, અમદાવાદનો પોલ્યુશન સિટીના 15મો ક્રમાંક સામે આવ્યો છે. હાલ અમદાવાદનો એર  ક્વોલિટી AQI 160 નોંધાયો છે. સ્ટેડિયમ,પીરાણા રાયખડ વિસ્તારમાં એર ક્વોલિટી 100થી ઉપર રિપોર્ટમાં નોંધાયો છે. એએમસીએ કહ્યું કે, મણિનગર,એરપોર્ટ,પીરાણામાં સૌથી વધુ પોલ્યુશન છે. જ્યારે આરોગ્ય અધિકારીએ કહ્યું કે,  કંટ્રેક્શન સાઈટ પોલ્યુશન માટે મુખ્ય જવાબદાર છે. સિટીમાં આવેલ ઇન્ડસ્ટ્રીલ એકમોમાં પણ GPCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલ્યુશન દૂર કરવા માટે AMC કાર્યવાહી કરી રહી છે અને  ખાસ દિવાળી સમયે એર ક્વોલિટી ખરાબ થતી હોય છે

પ્રદૂષણને એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI)માં માપવામાં આવે છે. AQIનાં જુદા જુદા એકમો પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. 200થી 300 વચ્ચેનાં AQIને ખરાબ મનાય છે. જ્યારે 300થી 400 વચ્ચેનાં AQIને અત્યંત ખરાબ હવામાન ગણવામાં આવે છે.

હવામાં કેટલુ પ્રદૂષણ રહેલું છે તે ચકાસવા માટે એર ક્વોલિટી ઈન્ડેક્ષ એટલે કે ટુંકમાં AQI કહેવામાં આવે છે. AQI જેટલુ વધુ એટલું હવામાં પ્રદૂષણની માત્રા વધુ હોય છે. જેના કારણે દરેક સજીવને નુકસાન થાય છે. વધુ પડતા વાયુ પ્રદૂષણને લઈને માનવ શરીર પર અનેક પ્રકારે નુકસાન અને રોગ થતા હોવાનું તબીબોનુ પણ મત છે.

1 thought on “અમદાવાદમાં પ્રદૂષણ વધવાનો મામલો ,નેશનલ લેવલે પોલ્યુશન પ્રમાણ વધતા તંત્ર ચિંતામાં

  1. Pingback: relax cafe music

Comments are closed.