ડલ સરોવરની હાઉસબોટમાં ભીષણ આગ, બાંગ્લાદેશના 3 પ્રવાસીઓ સહિત કરોડોની સંપત્તિ બળીને ખાખ

Contact News Publisher

દિવાળીની પૂર્વ સંધ્યાએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલા વિશ્વ વિખ્યાત ડલ સરોવરની હાઈસબોટમાં આગની એક મોટી ઘટના બની હતી. હાઉસબોટમાં આગ લાગતાં ત્રણ બાંગ્લાદેશી પ્રવાસીઓનાં મોત નીપજ્યાં હતા. લોકપ્રિય પર્યટન સ્થળ ડલ લેકમાં શનિવારે પાંચ હાઉસબોટ અને 10થી વધુ લાકડાના રહેઠાણોમાં આગ લાગી હતી. આગની ઘટનાના કલાકો બાદ મૃતદેહો મળી આવ્યા હતા. આ ત્રણેય પ્રવાસીઓ બાંગ્લાદેશી નાગરિકો છે. તેઓ સફીના હાઉસબોટમાં રોકાયા હતા જે આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. સવારે પાંચ વાગ્યે, ડલ સરોવરના ઘાટ નંબર 9 નજીક હાઉસબોટમાં આગ લાગી હતી અને નજીકમાં આવેલી અન્ય હાઉસબોટ્સ અને અન્ય લાકડાના રહેણાંક બાંધકામોમાં ફેલાઈ હતી.

નદી મથકો નહેરુ પાર્ક, બાટામાલુ અને ગવકડલના ફાયર ટેન્ડરોને આગને કાબૂમાં લેવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગને કારણે કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર ઐજાઝ અસદે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ, કાશ્મીર પોલીસ અને ફાયર અને ઇમરજન્સી એજન્સીઓની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.