દિલ્હી સરકાર એક સપ્તાહની અંદર 415 કરોડ રૂપિયા આપે: સુપ્રીમ કોર્ટ

Contact News Publisher

સુપ્રીમ કોર્ટ તરફથી દિલ્હી સરકારને દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટને લઈને મોટો ઝટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે, દિલ્હી સરકાર દ્વારા પ્રોજેક્ટ માટે ફંડ ન આપવા પર સુપ્રીમ કોર્ટ નારાજ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દિલ્હી સરકાર એક સપ્તાહની અંદર 415 કરોડ રૂપિયા આપે. કોર્ટે વધુમાં કહ્યું છે કે, જો પ્રોજેક્ટ માટે પૈસા નહીં આપવામાં આવે તો દિલ્હી સરકારનું એડવર્ટાઈઝિંગ બજેટ રોકી દેવામાં આવશે અને પ્રોજેક્ટ માટે ફંડ આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે. કોર્ટ આ કેસમાં આગામી સુનાવણી 28 નવેમ્બરે હાથ ધરશે.