નાના મૌવા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર બહાર ગંદકીનું સામ્રાજ્ય, કચરના ઢગલામાંથી મળી દારુની બોટલો

Contact News Publisher

રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે રાજકોટમાંથી ફરી એક વાર દારુની બોટલો મળી આવી છે. રાજકોટના નાના મૌવા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર બહાર કચરામાંથી દારુની બોટલ મળી આવી છે. એટલુ જ નહીં આંગણવાડી કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યુ છે.