ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાને આવ્યો હાર્ટઍટેક: લગ્ન પ્રસંગમાં અચાનક જ બગડી હતી તબિયત

Contact News Publisher

ગુજરાતમાં નાની વયે હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યાં છે. હાર્ટ અટેકના કિસ્સાઓએ ચિંતામાં વધારો કર્યો છે. કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. આ મામલે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. આમ છતાં અચાનક યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. અત્રે જણાવીએ કે, રાજકોટ દક્ષિણના ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો છે.

પાપ્ત માહિતી મુજબ જણાવીએ કે, ગઈકાલે રાત્રે ધારાસભ્ય રમેશ ટીલાળા એક લગ્ન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા, તે સમય અચાનક તેમની તબિયત લથડી હતી. આ સમય દરમિયાન તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમનું મેડિકલ ચેકઅપ કરતા જાણવા મળ્યું હતું કે, ધારાસભ્યને હળવો હાર્ટએટેક આવ્યો છે. અત્રે જણાવીએ કે, ધારાસભ્ય રમેશ ટીલાળાની તબિયત અત્યારે સ્થિર છે તેમજ અત્યારે તેમની સારાવાર ચાલી રહી છે.