વર્લ્ડકપ ખતમ થતા જ ICC એક્શનમાં, 300 ઇન્ટરનેશનલ મેચ રમનાર ખેલાડી પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ

Contact News Publisher

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભ્રષ્ટાચાર સામે મહત્ત્વપૂર્ણ પગલું લેતા પૂર્વ ક્રિકેટર માર્લોન સેમુઅલ્સ પર 6 વર્ષનો પ્રતિબંધ મુકી દીધો છે. માર્લોન સેમુઅલ્સ પર એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન કોડનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ICCના એચઆર અને ઈંટીગ્રિટી યુનિટના પ્રમુખ એલેક્સ માર્શલે ગુરુવારે સેમુઅલ્સ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે.

એલેક્સ માર્શલે જણાવ્યું કે, ‘સેમુઅલ્સે બે દાયકા સુધી ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન અનેક ભ્રષ્ટાચાર વિરોધી સત્રમાં ભાગ લીધો. સેમુઅલ્સ રિટાયર થઈ ગયા છે, પરંતુ જ્યારે અપરાધ કર્યા ત્યારે તેઓ એક પ્રતિભાગી હતા. આ 6 વર્ષનો પ્રતિબંધ નિયમો તોડનાર ઈરાદો રાખનાર કોઈપણ ખેલાડી માટે એક મજબૂત નિવારક તરીકે કામ કરશે.’