વડોદરાના જેતલપુર રોડ પર ટી-પોસ્ટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચી

Contact News Publisher

વડોદરાના જેતલપુર રોડ વિસ્તારમાં આવેલી ટી-પોસ્ટમાં આજે સવારે આગનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી.બનાવની પ્રાથમિક વિગતો મુજબ જેતલપુર રોડ પર ચીકુવાડી નજીક આવેલી ટી પોસ્ટમાંથી આગના ધુમાડા નીકળતાં લોકો ગભરાઈ ગયા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે, તેલ વધુ પડતું ગરમ થવાને કારણે આગ લાગી હતી પરંતુ આગ પ્રસરે તે પહેલા કાબુમાં લઈ લેવામાં આવી છે. બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.