હર હર મહાદેવ! શિવજી જાતે કરી રહ્યા છે ઉતરાખંડ ટનલમાં ફસાયેલા મજૂરોની રક્ષા? ગેટ પર જોવા મળી કૈલાશપતિની આકૃતિ

Contact News Publisher

ઉત્તરકાશીમાં મોટી ટનલ દુર્ઘટના સર્જાઇ હતી જેને લઈને છેલ્લા 16 દિવસથી 41 મજૂરો ફસાયેલા છે. સરકારના તમામ પ્રયાસો છતાં મજૂરોને બહાર કાઢવામાં હજુ સુધી સફળતા મળી નથી. આવી સ્થિતિ વચ્ચે દુર્ઘટનાને લઇ મંદિરોમાં ભોલેનાથની પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે આજે સોમવારે સવારે ટનલના પ્રવેશ દ્વાર પર ભગવાન શિવની આકૃતિ સર્જાઇ હતી. જેને લઈને મજૂરોને જે બચાવવા જાણે ભોલેનાથ ખુદ અહીં પહોંચ્યા હોય તેવી પ્રતિકૃતિ સર્જાઈ હતી.

ઉત્તરકાશીના સિલક્યારા ટનલ જેમાં 41 મજુરો છેલ્લા 15 દિવસથી ફસાયેલા છે. જેને બચાવવા માટે સરકાર દ્વારા લાખો વખત કોશિષ કરવામાં આવી હોવા છતા અત્યાર સુધી મજુરોને બહાર કાઢી શકાયા નથી.. ત્યારે હવે આ મજુરોની સુરક્ષા કરવા માટે ખુદ ભોલેનાથ પહોચીં ગયા છે. સોમવારે આ ટનલમાંથી એક સુખદ અને ખુબ જ સરસ તસવીર સામે આવી છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાઈ છે કે ભગવાન શિવજી તાંડવ મુદ્રામાં છે અને મજુરોને બચાવવા માટે ખુદ તૈઓ કૈલાશ પરથી સિલક્યારા પહોંચ્યા છે.

આ આકૃતિને જોયા બાદ સ્થાનીક લોકોની સાથે સાથે બચાવ દળની આશા પણ વધી ગઈ છે. હવે તેઓને લાગી રહ્યું છે કે તેમને ટુંક સમયમાં જ સફળતા મળી જશે. ભગવાન શિવની આ આકૃતિની તસવીર અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જોર શોરથી વાઈરલ થઈ રહી  છે. આ ટનલના એન્ટ્રેંસ પર બનેલી આ આકૃતિમાં ભગવાન શિવને પ્રકટ રૂપમાં જોઈ શકાઈ છે… તમને જણાવી દયે કે છેલ્લા 16 દિવસથી સિલક્યારા ટનલમાં 41 જેટલા મજુરો ફસાયેલા છે.

આ તમામ મજુરનો બહાર કાઢવા માટે કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકાર દ્વારા સંભવ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે… તેમ છતા હજુ સફળતા મળી નથી.. આખો દેશ અત્યારે આ ઘટનાને લઈને ચિંતિત છે અને દરેક જગ્યાઓ પર આ મજુરોની સુરક્ષા માટે દુવા અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. રવિવારે જ ઉત્તર કાશીના તમામ મંદિરોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી. ભગવાન શિવ સમક્ષ આ તમામ મજુરો માટે પ્રાણદાનની પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રાર્થના કર્યાના 24 કલાકની અંદર જ ટનલના એન્ટ્રેંસ પર ભગવાન શિવની આકૃતિ જોવા મળતા લોકોમાં હવે વધુ આશા જાગી છે. લોકોનું કહેવુ છે કે ખુદ ભગવાન ભોલેનાથ કૈલાશ પરથી ચાલીને આવ્યા છે અને સિલક્યારા પહોંચ્યા છે. હવે કોઈ પણ ક્ષણે આ મજુરોને આ ટનલમાંથી બહાર નીકળવામાં સફળતા મળી શકે છે.