PMની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વર્ચ્યુલ કાર્યક્રમમાં BJPના 10 ધારાસભ્ય અને 100થી વધુ કોર્પોરેટર્સ ગેરહાજર

Contact News Publisher

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ નાગરિકો સુધી પહોંચે અને તેનો લાભ મેળવે, તેમજ તેના માટે જનજાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આજે શહેરના નવા વાડજ વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. વડાપ્રધાનનો કાર્યક્રમ હોવા છતાં પણ અમદાવાદ શહેરના 10 ધારાસભ્યો અને 100થી વધુ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. વડાપ્રધાન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજર રહેવાના હોવા છતાં પણ ભાજપના નેતાઓ ગેરહાજર રહ્યાં હતા.