ખેડાના સિરપકાંડના તાર વડોદરા સુધી લંબાયા : નકલી સેનેટાઈઝર, નકલી દારૂ બનાવનાર નીકળ્યો અસલી માસ્ટરમાઈન્ડ

Contact News Publisher

5 લોકોનો જીવ ભરખી જનાર ખેડાના સિરપ કાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યું છે. આરોપીઓ વડોદરાથી સિરપ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે. મોતના સિરપકાંડમાં વડોદરાના આરોપીનું નામ ખૂલ્યું છે. સિરપકાંડમાં નીતિન કોટવાનીની સંડોવણી સામે આવી છે. નીતિન કોટવાણી અગાઉ ડુપ્લીકેટ સેનિટાઈઝરમાં પકડાઈ ચુક્યો છે. ત્યારે વડોદરાના આરોપીને પકડવા પોલીસ દોડતી થઈ છે. આરોપીનું હાલનું લોકેશન પોલીસને મુંબઈનું મળ્યું છે