ખેડાના સિરપકાંડમાં થશે મોટા ખુલાસા, કાંડમાં સંડોવાયેલાં મુંબઈના રિટેલરને પોલીસે ઝડપી પાડ્યો

Contact News Publisher

ગુજરાતમાં આર્યુવેર્દિક સિરપના નામે ચાલે છે નશીલા પદાર્થનો વેપલો. યુવાનો સસ્તો નશો કરવા માટે લે છે આવી વસ્તુઓનો સહારો. હાલમાં જ ગુજરાતના ખેડા જિલ્લામાં આ સિરપકાંડ સામે આવ્યો હતો. જેમાં કુલ છ લોકોના આવી નશીલી સિરપ પીવાને લીધે મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કેસમાં પોલીસે વિવિધ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, નાસતા ફરતા અને સિરપકાંડમાં મહત્ત્વની ભૂમિકા ધરાવતા માસ્ટર માંઈન્ડ મુંબઈના કેમિકલ રિટેલર તોફીકને પોલીસે આજે ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

14 ડિસેમ્બરે તમામ 6 આરોપીના રિમાન્ડ પૂર્ણ થશે. તોફિક પાસેથી યોગેશ સિંધી લાવતો હતો શંકાસ્પદ કેમિકલ. ક્યા ક્યા કેમિકલની ખરીદી કરાઈ તેનો પૂછપરછમાં થઈ શકે છે ખુલાસો. શું આ ધંધામાં કોઈ મોટા માથાઓ સામેલ છે તે વાતનો પણ થશે ખુલાસો. ઉલ્લેખનીય છેકે, ખેડામાં પ્રસંગમા સિરપ પીધા બાદ 6 લોકોના મોત થયા છે… સિરપ પીનારાઓની એક પછી એક તબિયત લથડી રહી હતી અને સારવાર દરમિયાન તેમના મોત નિપજ્યાં છે.