આદિત્ય L1 મિશને ફરી આપી મોટી ખુશખબરી, ISROએ શેર કરી લાખો કિમી દૂરથી આવેલી અતિ મહત્વની માહિતી

Contact News Publisher

ઈસરોના (ISRO) પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ1 તરફથી સારા સમાચાર સામે આવ્યા છે. આદિત્ય એલ1 મિશને સૌર હવાની સ્ટડી કરવાની શરૂઆત કરી છે. આદિત્ય સોલરવિંડ પાર્ટિંકલ એક્સપરિમેંટ પેલોડે કામ કરવાની શરૂઆત કરી છે અને ફોટો શેર કરીને તેની જાણકારી આપી છે. ઈસરોએ 2 સપ્ટેમ્બરના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સોલર મિશન આદિત્ય એલ1 રવાના કર્યું હતું. આદિત્ય એલ1 સૂર્યનું અધ્યયન કરનાર પહેલી અંતરિક્ષ આધારિત વેધશાળા છે. જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આવેલ લેગ્રેંજિયન બિંદુ ‘L1’મી આજુબાજુ પ્રભામંડળથી સૂર્યનું અધ્યયન કરે છે.

ISROએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, આદિત્ય સોલરવિંડ પાર્ટિંકલ એક્સપરિમેંટમાં બે આધુનિક ઉપકરણ સોલર વિંડ આયન સ્પેક્ટ્રોમીટર એન્ડ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (STEPS) શામેલ છે. ISROએ આ બાબતે જાણકારી શેર કરીને જણાવ્યું છે કે, ઉપગ્રહ પર હાજર રહેલ, આદિત્ય સોલરવિંડ પાર્ટિંકલ એક્સપરિમેંટ પેલોડે કામ કરવાની શરૂઆત કરી છે, જે સામાન્યરૂપે કામ કરે છે. STEPSએ 10 સપ્ટેમ્બરના રોજ કામ કરવાની શરૂઆત કરી હતી, SWIS ઉપકરણ શનિવારે સક્રિય થઈ ગયું છે અને કામ કરવાની શરૂઆત કરી છે.

સોલાર સિસ્ટમમાં 8 ગ્રહ હોય છે, જે સૂર્યના ચક્કર લગાવે છે. સૂર્યના કારણે પૃથ્વી પર જીવન શક્ય છે. સૂર્ય કિરણોની મદદથી ધરતી પર ઊર્જા મોકલે છે. સૂર્યની સ્ટડી કરીને પૃથ્વી અને અંતરિક્ષમાં તેની શું અસર થાય છે તે જાણી શકાશે.

ભારતે પ્રથમ વાર સૂર્ય મિશન લોન્ચ કર્યું છે. મિશન ‘આદિત્ય L1’ પહેલા સૂર્ય પર 22 મિશન મોકલવામાં આવ્યા છે. સૂર્યની સ્ટડી કરવાની રેસમાં અમેરિકા, જર્મની, યૂરોપિયન સ્પેસ એજન્સી શામેલ છે. સૂર્યની સ્ટડી કરવા માટે સૌથી વધારે NASAએ સોલાર મિશન મોકલ્યા છે. NASAએ અત્યાર સુધી 14 સોલાર મિશન મોકલ્યા છે. યૂરોપિયન સ્પેસ એજન્સીએ પણ NASA સાથે મળીને વર્ષ 1994માં સોલાર મિશન મોકલ્યું હતું. NASAએ વર્ષ 2001માં જેનેસિસ મિશન લોન્ચ કર્યું હતું. આ મિશનનો ઉદ્દેશ્ય સૂરજની ચારેબાજુ ચક્કર લગાવીને સૌર હવાનું સેમ્પલ લેવાનું હતું.