નર્મદ યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમવાર મરણોપરાંત અપાશે Phdની ડિગ્રી, વાયવા અગાઉ થયું હતું મોત

Contact News Publisher

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 55મો પદવીદાન સમારોહ યોજાનાર છે. આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમવાર મરણોપરાંત પીએચડીની ડિગ્રી એનાયત થનાર છે. સંશોધન પૂર્ણ કરીને જમા કરાવ્યા બાદ વાયવા અગાઉ જ વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. જેથી તેને ડિગ્રી મળી નહોતી. પરંતુ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા તેને ડિગ્રી આપવાનું નક્કી થયું છે. જેથી મૃતકના આગળ પરિવાર હવે ડો.સ્વ. લખાવી શકશે.

આજે 26 ફેબ્રુઆરીના રોજ 55મો ખાસ પદવીદાન સમારોહ યોજાશે. આ પદવીદાનમાં વિવિધ ફેકલ્ટીના 17,375 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આ વખતે એક એવી પણ ડિગ્રી એનાયત થશે જે 55 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એનાયત કરવામાં આવી રહી છે.વિદ્યાર્થીના મૃત્યુ બાદ મરણોપરાંત Phdની ડિગ્રી ખાસ આપવામાં આવશે.પ્રોફેસર મોહિતનું PHD કરી ડૉક્ટર થવાનું સપનું હતું.તેણે વર્ષ 2018માં શરૂ કરેલ તેના Phdના વિષય પરનું સંશોધન કાર્ય લગભગ પૂર્ણ કરી નાંખ્યું હતુ અનેં થીસીસ પણ તૈયાર થઈ ગયો હતો.

મોહિતે વર્ષ 2020માં સંશોધન પૂર્ણ કરી થીસીસ સબમિટ પણ કરી દીધું હતું.માત્ર પીએચડી માટેના વાઇવા જ આપવાના બાકી રહ્યા હતા અને આ માટે તે ખૂબ જ તૈયારી કરી રહ્યો હતો. તેનું ડોક્ટર બનવાનું સપનું પૂરું થવાને માત્ર થોડો સમય જ બાકી હતો, પરંતુ તે પહેલા 25 ઓક્ટોબર 2020ના રોજ બ્રેઈન સ્ટ્રોકના કારણે તેમનું મોત થયું હતું.નર્મદ યુનિવર્સીટીમાં વાઇવા બાકી હતાને પ્રોફેસરનું મૃત્યું થયુ હતું.પરિવાર સ્વ. સાથે ડૉ. પણ જોડી શકશે.

Exclusive News