પોલીસ સ્ટેશનમાંજ ASI જુગારના આરોપી પાસેથી એક લાખ 35 હજાર રૂપિયા લેતા ACBએ રંગે હાથ ઝડપ્યા, કોન્સ્ટેબલ ફરાર

Contact News Publisher

અમદાવાદ શહેરમાંથી ફરી એસીબીની ટીમે લાંચીયા ASIની ધરપકડ કરી છે. રખિયાલ પોલીસ સ્ટેશનના ASI અકબર શાહ દિવાને જુગારના કેસમાં જામીન આપવા અને હેરાન નહીં કરવા ફરિયાદી પાસેથી રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. જે અંગે ફરિયાદીએ ACBને જાણ કરતા ટીમે પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ રૂમમાં છટકું ગોઠવ્યું હતું, અને લાંચીયા અધિકારીની ધરપકડ કરી છે.

ASI અને કોન્સ્ટેબલે કારસો રચ્યો હતો કે જુગારના કેસમાં જામીન લાયક કેસ બનાવવા અને જામીન આપવા સહિત હેરાન નહીં કરવા માટે 10 લાખ રૂપિયાની માંગણી જુગારના આરોપી પાસે કરી હતી. જ્યારે આ ASI પોલીસ સ્ટેશનમાં હાજર હતા તે જ રૂમમાં છટકું ગોઠવ્યું હતું. ASI જેવા 1,35,000 લીધા અને ACBના હાથે ઝડપાઈ ગયા.

રખિયાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના આ પોલીસ કર્મીઓની હિંમત તો જુઓ કે, તેઓએ જુગારના આરોપીઓને લાંચની રકમ આપવા માટે પોલીસ સ્ટેશનમાં જ બોલાવ્યા હતા. જ્યાં એસીબીએ છટકું ગોઠવ્યુ હતું.

Exclusive News