અમદાવાદમાં નવા ટીવીને બદલે જૂના ટીવી રાખી 97 લાખનુ કૌભાંડ, એમેઝોનના 3 કર્મચારીની ધરપકડ

Contact News Publisher

અમદાવાદમાં એમેઝોન કંપનીમાં નવા ટીવીનો ઓર્ડર આપી પેકિંગ ખોલી બોક્સમાં જૂના ટીવી મૂકી ઓર્ડર કેન્સલ કરી કંપનીને ચૂનો લગાવવાનુ કૌભાંડ ઝડપાયુ છે. નારોલ પોલીસે એમેઝોન કંપની સાથે વિતરણનુ કામ કરતી વેલેક્સ લોજીસ્ટિક કંપનીના 3 કર્મચારીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

એમેઝોન કંપની સાથે આચરાયુ કૌભાંડ
પોલીસની પ્રાથમિક તપાસમાં પાંચ મહિનામાં 147 નવા ટીવી બદલીને જૂના ટીવી રાખી 97 લાખનુ કૌભાંડ આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે. વેલેક્સ લોજીસ્ટિક કંપનીના ડિલિવરી બોય સાજીદહુસેન શેખ, હિમાંશુ વાઘેલા અને સતીષ યાદવની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. જ્યારે 8 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમા ખુલાસો થયો છે કે, ટીવી લે-વેચનો ધંધો કરતા મોહમ્મદ ઇમરાન તથા મોહસિન હુસેન કંપનીના ડિલિવરી બોયના સંપર્કમાં આવ્યા હતા.

5 માસમાં 97 લાખનુ આચરાયુ કૌભાંડ
બંને શખ્સો જૂના અને બંધ ટીવી કંપનીના માણસોને આપી નવું ટીવી ખરીદી લેતા હતા. ઓગસ્ટ-2023 થી ડિસેમ્બર-2023 સુધીમાં 147 નવા ટીવીની જગ્યાએ જૂના ટીવી રાખી 97 લાખનુ કૌભાંડ આચરાયુ છે. છેલ્લા થોડા સમયથી અનેક વખત આ પ્રમાણે થતાં એમેઝોન કંપનીને શંકા જતા તેમણે વધુ તપાસ હાથ ધરી હતી અને જેમાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું.

Exclusive News