ગુજરાતી ગુગલ સામે પડ્યો! એક ફોટો અપલોડ કરતાં મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં, નીલે જોયું ટેકનોલોજીનું વરવું રૂપ

Contact News Publisher

આજના હાઇટેક યુગમાં જ્યારે સમગ્ર દુનિયા ટેકનોલાજી સાથે તાલ મેળવતા બની ગઈ છે. તેમજ સામાન્ય મુશ્કેલીનાં નિવારણ માટે લોકો ગુગલનાં સહારે પોતાની તકલીફનું નિવારણ કરતાં જોવા મળે છે ત્યારે કોઈ વ્યક્તિને ગુગલથી તકલીફ પડી હોય કે ગૂગલ થી ગુંગળામણ થઈ હોય તેવું સાંભાળવા મળે તો નવાઈ લાગે. પરંતુ અમદાવાદનાં પચ્ચીસ વર્ષિય એન્જીનિયર નીલ શુક્લ સાથે વિચિત્ર બનાવ બન્યું છે.

ગુગલની ગુંગળામણ.!
પોતાના બાળપણનો ફોટો ગુગલમાં અપલોડ થતાં એક ગુજરાતી યુવાનનું ગુગલ એકાઉન્ટ ડીસેબલ કરવામાં આવ્યું અને સમગ્ર મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટમાં. આજકાલ દરેક લોકો માટે ગુગલ એટલે સૌથી મોટા આશીર્વાદ ગણવામાં આવે છે. રોડ, રસ્તો કે કોઈનું એડ્રેસ જોવું હોય તો તરત લોકો ગુગલ મેપનો ઉપયોગ કરે છે. કોઈને પેમેન્ટ આપવું કે કોઈ પાસેથી પેમેન્ટ લેવું હોય તો તુરંત ગુગલ પેનો ઉપયોગ કરવામાં આવે છે. અરે સોશિયલ મીડિયામાં કોઈ સાઈટ પણ ઓપન કરવાની હોય તો પણ ગુગલ સિવાય શક્ય નથી ત્યારે કોઈ ગુગલ ને કારણે મુશ્કેલી પણ સર્જાય, તે સર્જાઈ છે નીલ શુક્લને

મામલો પહોંચ્યો કોર્ટ સુધી
અમદાવાદનાં કમ્પ્યુટર એન્જિનિયર નીલ શુક્લ પોતે આજની પેઢીના યુવાન છે એટલે સ્વાભાવિક રીતે તેઓ હાઇટેક પણ હોવાનાં જેથી તેઓ ગૂગલનો સાર્વત્રિક ઉપયોગ પણ કરતાં હોય તે પણ એટલુ જ સ્વાભાવિક છે. ત્યારે ગુગલ ઉપર આધારિત નીલ શુક્લને કેટલી અને કેવી તકલીફ પડી તેની વાત જ્યારે ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચી ત્યારે તેની ગંભીરતા સમજી શકાય છે. સમગ્ર મામલે આવનારી 26 માર્ચનાં રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. તેમજ ગુગલ દ્વારા નીલનાં એકાઉન્ટ સંપૂર્ણ પણે હટાવી તેનો બધો ડેટા નાશ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હોવાથી કોર્ટની આગામી સુનાવણી ઉપર સૌ કોઈનું ધ્યાન છે.

Exclusive News