શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પર કાર ખીણમાં પડતાં 10 લોકો ના મોત, રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો

Contact News Publisher

જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, શ્રીનગર હાઈવે પર શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર શુક્રવારે એક SUV કાર લપસીને ઊંડી ખીણમાં પડી હતી જેમાં દસ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, કાર શ્રીનગરથી જમ્મુ તરફ જઈ રહી હતી અને રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ.

અધિકારીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં દસ લોકોના મોત થયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદ વચ્ચે દસ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં જમ્મુના અંબ ગરોટા ગામના 47 વર્ષીય કાર ડ્રાઈવર બલવાન સિંહ અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.

Exclusive News